Back

હાલોલમા માલધારી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલ માલધારી સમાજ દ્વારા વિશ્વ માલધારી દિવસ નિમિત્તે એક વિશાળ મોટર સાઇકલ રેલીનું આયોજન કરાયું હતું જે નગરના રાજમાર્ગો પર રહી જી.આઈ. ડી.સી.ના પનોરમાં ચોકડી ખાતે આવેલ  શ્રી  ખોડીયાર માતાના મંદિરે પહોંચી હતી. જ્યાં માલધારી સમાજના લોકોએ માતાજીના આશીર્વાદ લીધા હતા.

   26 મી નવેમ્બરે ઉજવાતા વિશ્વ  માલધારી દિવસ ની હાલોલ ના માલધારી સમાંજે રંગે ચંગે ઉજવણી કરી હતી એ પ્રસંગે  માલધારી સમાજ દ્વારા એક વિશાળ મોટર સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યા માં માલધારી સમાજના લોકો જોડાયા હતા જે રેલી હાલોલ નગર ખાતે આવેલ જાગૃતિ સોસાયટી થી નીકળી વડોદરા રોડ ખાતે રહી બસ સ્ટેન્ડ પહોંચી હતી જ્યાંથી રેલી હાલોલ જી.આઈ. ડી.સી. પનોરમાં ચોકડી ખાતે આવેલ શ્રી ખોડિયાર માતાના મંદિરે પહોંચી હતી જ્યાં માલધારી સમાજના લોકોએ માંતાજીના આર્શીવાદ લઈ રેલીની પુર્ણાહુતી કરી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..