Back

હાલોલના જાંબુડી ગામે બાળકોમાટેનો શૈક્ષણિક કેમ્પનૂ આયોજન...

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





બાળકોમાં રહેલ આંતરિક શક્તિઓ બહાર લાવવા અને શિક્ષણની રુચિ કેળવાય તે માટે  હાલોલ તાલુકાના જાંબુડી ગામમાં બાળકોનો શૈક્ષણિક કેમ્પ યોજવામાં આવ્યો.

   હાલ શાળાઓનું વેકેશન પૂર્ણ થતાં બાળકો ફરીથી શાળામાં નિયમિત કરવા માટે તેમજ વાલીઓ પણ શિક્ષણ ના મુદ્દે ચિંતિત થાય તે માટે અને એટલું જ નહીં  *બાળકોમાં જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે ગતરોજ બાળમેળાનું આયોજન ઉડાન શિક્ષણ કાર્યક્રમ જનવિકાસ દ્વારા સ્થાનિક સહયોગથી કરવામાં આવ્યું.જેમાં બાળકોની આવડતો બહાર આવે અને બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તેમજ વાલીઓમાં પણ શિક્ષણ ની જાગૃતિ કેળવાઈ તે હેતુસર જનવિકાસ દ્વારા શિક્ષણ પર બાળમેળાનું આયોજન હાલોલ તાલુકાના જાંબુડી ગામમાં કરવામાં આવ્યું હતું.

બાળમેળામાં 46  બાળકો તથા  50 જેટલા વાલીઓએ હાજરી આપી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ બાળમેળામાં બાળકોને ક્રાફ્ટ,  માટીકામ, ચિત્રકામ, એક મિનિટ ની સ્પીચ, બાળકો દ્વારા ભાતચિત્ર, રંગોળી, મગજકશ,બાળગીત, વાર્તા તથા ફુગ્ગાવાળી રમત દ્વારા બાળકોને સમજ આપવામાં આવી.એસ.એમ.સી સભ્યો નું મંતવ્ય લેવામાં આવ્યું જેમાં અલાઉદીન ભાઈ દ્વારા વાલીઓને વ્યસન ન કરવા બાબતની સમજ આપવામાં આવી.

કાર્યકમમાં નગરપાલિકાના સભ્ય રાજેશભાઈ દ્વારા બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા તેમજ આમીરભાઈ પટેલ દ્વારા બાળકો માટે ચવાણાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ભલાભાઇ દ્વારા મંડપ બાંધવામાં આવ્યો અને ઉડાન-જનવિકાસ દ્વારા બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..