Back

હાલોલ શહેરના વિવિધ માર્ગો ઉપર રેપિડ એક્શન ફોર્સ તથા સ્થાનિક પોલીસ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ શહેર પોલીસ અધિકારી,કર્મચારી તથા આર.એ.એફ. ના જવાનો સાથે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

     આગામી દિવાળી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને હાલોલ શહેર તેમજ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુથી સ્થાનિક પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સના જવાનો દ્વારા શહેરમા ફલેગમાર્ચ યોજી હતી. તે ફ્લેગ માર્ચનુ પ્રસ્થાન હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરી બજારમાં થઈ ટાવર એ થઈ બસ સ્ટેન્ડ થઈ જૈન મંદિર થઈ કસ્બા વિસ્તારમાં થઈ પોલીસ સ્ટેશન પરત ફરી હતી.જેમાં હાલોલ સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જોડાયા હતા.હાલોલના જુદા જુદા વિસ્તારના માર્ગો પર ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..