Back

હાલોલનગરમાં છ નબીરા દારુની મહેફીલ માણતા પોલીસના હાથે ઝડપાયા

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલ શહેરના ગોધરા રોડ ઉપર આવેલ અલકાપુરી સોસાયટીના પાછળના ભાગે ખેતરની સાઈડમાં બનાવેલ મકાનના ધાબા ઉપર દારૂની મહેફિલ માણતા છ યુવાનોને હાલોલ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    પોલીસ વર્તુળ દ્વારા મળતી વિગતો અનુસાર હાલોલના ગોધરા રોડ પર અલકાપુરી સોસાયટી પાછળ ના ભાગે સુરેશભાઈ કિરણભાઈ પરમાર નું ખેતર આવેલ છે ખેતર ની બાજુમાં પાકું મકાન બનાવેલ છે જેના ધાબા ઉપર બેસી કેટલાક યુવાનો દારૂની મહેફિલ માણતા હોવાની પાકી બાતમીના આધારે હાલોલ પોલીસે બાતમી વાળી જગ્યા પર છાપો મારતા મકાનના ધાબા પર થી( ૧)સુરેશકુમાર કિરણભાઈ પરમાર  સતિષભાઈ (૨)શંકરભાઈ પરમાર,(૩) ઉત્તમ કુમાર રાકેશ ભાઈ પરમાર, (૪) રાકેશકુમાર કિરણભાઈ પરમાર, (૫) સંજય કુમાર રઇજીભાઈ પરમાર, (૬) સુરેશકુમાર મધુસુદન પરમાર ના ઓ ગોળ કુંડાળું કરી વિદેશી શરાબની બોટલ તેમજ પ્લાસ્ટિકના પારદર્શક ગ્લાસ લઈ દારૂની મહેફિલ માણતા પોલીસના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા હતા હાલોલ પોલીસે બનાવ સ્થળે પંચો બોલાવી રૂબરૂ પંચનામું કરી હાલોલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી હાલોલ પોલીસ મથકે લઈ આવી હતી. ત્યારબાદ આ તમામ આરોપીઓને મેડિકલ તપાસ માટે હાલોલ રેફરલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પોલીસે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

   હાલોલ નગરમાં ઠેક ઠેકાણે દારૂની મેહફીલ જામતી હોય છે પરંતુ આજે દારૂની મહેફિલ જામેલી હોવાની બાતમી હાલોલ પોલીસને મળતા પોલીસે દારૂની ચાલુ મહેફિલમાં ઝડપી પાડ્યા હતા હાલોલ નગર ખાતે દારૂની મહેફિલ માણતા યુવાનોને ઝડપી પાડતા દારૂની મહેફિલ માણતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..