વડોદરા હાલોલ બાયપાસ રોડ પર અકસ્માતમા બે આશાસ્પદ યુવાનોના મોત
પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી
હાલોલ શહેર નજીક આવેલ વડોદરા ગોધરા બાય પાસ રોડ પર ગત રાત્રીએ માર્ગ અકસ્માતમાં બે યુવાનો ના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.હાલોલ તાલુકાના મઠીયાપૂરા ગામના યુવાનો ફાગવેલ થી દર્શન કરી મધ્ય રાત્રીના સુમારે પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન એલ.એન.વીંડ્સ પાવર. એમ.જી.ચોકડી પાસે એક બોલેરો ચાલકે તેમની મોટર સાઈકલને ટક્કર મારતા બન્ને યુવાનોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના મઠીયાપૂરા (રામપુરા) ગામે રેહતા યુવરાજકુમાર રામાંભાઈ પરમાર.ઉ.વર્ષ.19 તથા તેનો કૌટુંબિક ભાઈ સંજયકુમાર દલપતસિંહ પરમાર.ઉ.વર્ષ.20 નાઓ બજાજ મોટર સાઇકલ લઈ તા.12/11/19 ના રોજ દેવ દિવાળી નિમિત્તે ફાગવેલ ખાતે દર્શન કરવા માટે ગયા હતા જ્યાં દર્શન કરી પરત તા.13/11/19 ના રાત્રીના સુમારે પરત ફરતા હતા તે દરમ્યાન હાલોલ જી.આઈ. ડી.સી. નજીક ગોધરા વડોદરા બાયપાસ રોડ પર આવેલ એલ.એમ.વિન્ડ. પાવર્સ એમ.જી.ચોકડી નજીક આશરે મધ્ય રાત્રીના 2:30 કલાક ની આસપાસ તેઓ પોતાની મોટર સાઇકલ પર બાયપાસ ક્રોસ કરવા જતાં હતાં તે વખતે અચાનક જ વડોદરા તરફ થી આવતી એક પિકપ બોર્ડિંગ બોલેરોના ચાલકે પોતાની બોલેરો ગાડીને બેફામ અને ગફળતભરી રીતે હંકારી લાવી તેઓની મોટર સાઈકલને ટક્કર મારતા યુવરાજકુમાર અને સંજયકુમાર મોટર સાઇકલ સમેત રોડ પર પછડાતા બન્ને યુવાનો ને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બન્ને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
બનાવ અંગેની જાણ હાલોલ ટાઉન પોલીસ ને થતા પીલિસે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી બન્ને યુવાનોના મૃતદેહને પી.એમ.માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જયારે બોલેરો ચાલક અકસ્માત સર્જી બોલેરો ગાડી ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે બન્ને યુવાનોના પરિવારજનોને જાણ થતાં તેઓ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને લાડકવાય દીકરાના મૃતદેહને જોઈ આઘાતમાં સરી ગયા હતા અકસ્માતમાં મરણ જનાર 19 વર્ષીય યુવરાજકુમાર ત્રણ બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો જેને લઈ બહેનોએ એક માત્ર લાડકવાયો ભાઈ તેમજ માતા પિતાએ એકનો એક પુત્ર ગુમાવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું યુવાનીના આરે આવીને ઉભેલા એક જ ગામના બે યુવાનો અકાળે મોતને ભેટતા ખોબલા જેવડા મઠીયાપુરા (રામપુરા) શોકનું મોજું ફેલાઈ ગયુ હતું.


