Back

હાલોલ તાલુકાના અભેટવા ગામે તળાવમાં ડુબી જતા બે યુવાનોના મોત

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલ તાલુકાના અભેટવા ગામના બે યુવાનો તળાવમાં ડૂબી જઇ મોતને ભેટતા ચકચાર વ્યાપી જવા પામી હતી  ભેંસો ચરાવતી વખતે ભેંસ તળાવની પાળે પહોંચતા ભેંસ ને વાળવા જતા એક યુવાનનો પગ લપસતા તે ઊંડા તળાવ માં ખાબક્યો હતો જેને બચાવવા જતા બીજો યુવાન તળાવમાં કુદયો હતો પરંતુ ઊંડા તળાવમાં ડૂબી જતાં બન્ને યુવાનોના કરુંણ મોત નિપજ્યા હતા  બન્ને યુવાનો સગા કાકા દીકરા હોઈ એક જ કુટુંબના બે યુવાનોના અકાળે મોત કુટુંબીજનો પર આભ તૂટી પડ્યું હતું જયારે  આ દુઃખદ બનાવ થી અભેટવા ગામે શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

     પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના અભેટવા ગામે વચલું ફળિયામાં રહેતો ધર્મેન્દ્ર વખતસિંહ પરમાર ઉ.વર્ષ.20 ગુરુવારના રોજ પોતાની ભેંસો લઈ અભેટવા ખાતે આવેલ તળાવ નજીક ખુલ્લામાં  ચરાવવા માટે નીકળ્યો હતો તે દરમ્યાન બપોરના એક વાગ્યાના સુમારે ભેંસ તળાવની પાળી પર પાણી પીવા પહોંચતા ભેંસને તળાવની પાળી નજીકથી વળાવવા ગયેલા ધર્મેન્દ્રનો પગ પાળી પર થી લપસતા તે તળાવમાં પડ્યો હતો જેમાં તળાવના ઊંડા પાણીમાં પડતા તેને તરતા આવડતું ન હોવાથી તેને બુમાબુમ કરતા તેના સગા કાકાનો દીકરો વિક્રમ અર્જુનસિંહ પરમાર ઉ.વર્ષ.30. તેને બચાવવા તળાવમાં કુદયો હતો પરંતુ તે પણ ઊંડા પાણીમાં ડૂબતા બુમાબુમ સાંભળી આસપાસ થી દોડી આવેલા સ્થાનિક લોકોએ તળાવમાં ઝંપલાવી તેને બહાર કાઢવામાં જોતરાયા હતા પરંતુ તળાવનું પાણી પી જતા તેનું મોત નીપજ્યું હતું જેમાં તેના મૃતદેહને સ્થાનિક તરવૈયા યુવાનોએ ભારે જહેમત બાદ કિનારે લાવ્યા હતા.

   જ્યારે ધર્મેન્દ્ર તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થતા તેનો પત્તો ન લાગતા તાત્કાલિક હાલોલ ફાયર ફાઈટરની ટિમને જાણ કરતા હાલોલ ફાયર ફાઈટરના જવાનો બૉટ સહિતની બચાવની  સાધન સામગ્રી સાથે અભેટવા તળાવ ખાતે દોડી આવ્યા હતા અને બૉટ ને પાણીમાં ઉતારી એક થી દોઢ કલાક તળાવના પાણીમાં જહેમતભરી શોધખોળ  કરી ધર્મેન્દ્રના મૃતદેહ ને બહાર કાઢી બન્ને ભાઈઓના મૃતદેહને પી.એમ.માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા.બનાવ હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ હતી.

   અભેટવા ગામે એક જ કુટુંબના સગા કાકાના દીકરા એવા બે ભાઈઓ તળાવમાં ડૂબી મોતને ભેટતા પરિવારજનોએ એકી સાથે બે પુત્રો ગુમાવતા તેઓના પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો જેમાં વિક્રમ પરણિત હતો જેમાં તેને ત્રણ  બાળકો પણ હતા જયારે ધર્મેન્દ્ર અપરણિત હતો બન્ને ભાઈઓના અકાળે મોત થી ખોબલા જેવડા અભેટવા ખાતે શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..