Back

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે ૨૭મી જૂને રોજગાર ભરતી મેળો યોજાશે

પંચમહાલ. 

બ્યુરોચીફ. આમિર દેલોલિયા

રિપોર્ટર. કાદિરદાઢી


પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાની સરકારી આઇ.ટી.આઇ. ખાતે તા. ૨૭/૦૬/૨૦૧૯ના રોજ સવારે ૧૦/૦૦ કલાકથી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાઇન ઓપરેટર, મશીન ઓપરેટર, આસિસ્ટન્ટ મેનેજર, હેલ્પર જેવી જગ્યાઓ ઉપર નોકરીવાંચ્છુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે સ્થળ પર મૌખિક અને લેખિત પરીક્ષાઓ લેવાશે અને પસંદગી પામેલા ઉમેદવારોને ઓફર લેટર આપવામાં આવશે.

આ ભરતી મેળામાં ગોધરા સહિત હાલોલ, કાલોલ, વડોદરા, અમદાવાદ, સાણંદના ખાનગીનોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. ભરતી મેળામાં ઉમેદવારોએ લાયકાતના પ્રમાણપત્રો, પાચ નકલમાં બાયોડેટા અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે હાજર રહેવું.

આ ઉપરાંત, ભરતી મેળા દરમિયાન સ્વરોજગાર અંગે,સ્વરોજગારની યોજનાઓ અંગે અને લોન સહાયનું માર્ગદર્શન પણ ઉપસ્થિતોને આપવામાં આવશે.

જાંબુઘોડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..