Back

જાંબુઘોડા ખાતે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો...

પંચમહાલ.ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલિયા

રિપોર્ટર. કાદિરદાઢી 

 સરકારી આઈટીઆઈ, જાંબુઘોડા ખાતે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો ૨૯૨ ઉમેદવારો પ્રાથમિક ધોરણે પસંદ કરાયા

જિલ્લા રોજગારી કચેરી, પંચમહાલ દ્વારા જિલ્લાના જાંબુઘોડા તાલુકાની સરકારી આઈટીઆઈ ખાતે  સવારે ૧૧.૦૦ કલાકે તાલુકા કક્ષાના એક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોબ ફેરમાં કુલ ૩૧૯ નોકરીવાંચ્છુ ઉમેદવારો હાજર રહ્યા હતા. મેળામાં ગોધરા, હાલોલ, કાલોલ, વડોદરા અને અમદાવાદની મધરર્સન પ્રા. લિમિટે઼ડ, ગુરૂકુળ મેનેજમેન્ટ, જે.બી. એન્ટરપ્રાઈઝ, સનફાર્મા સ્ટ્યુટીકલ, એલ એન્ડ ટી, ટીમલેસ લી., ટાઈડ ઈન્ડસ્ટ્રીઝ, તાયકાય ઈલેક્ટ્રીક ઈન્ડિયા, કેરિયર બ્રિજ સીલ સહિતના ૧૯ નોકરી દાતા હાજર રહ્યા હતા. જિલ્લા રોજગાર અધિકારી શ્રી એ.એલ. ચૌહાણે જણાવ્યું હતું કે  લાઈન ઓપરેટર, મશીન ઓપરેટર, આસિસ્ટન્ટ મેનેજર, હેલ્પર જેવી જગ્યાઓ માટે ૨૯૨ ઉમેદવારોની મૌખિક અને લેખિત પરીક્ષાઓ બાદ પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી. ભરતી મેળામાં ઉપસ્થિત ઉમેદવારોને સ્વરોજગાર, સ્વરોજગારની યોજનાઓ અને લોન સહાય અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જાંબુઘોડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..