Back

સુજલામ સુફલામ યોજના અંતર્ગત જાંબુઘોડા તાલુકાના ખોડસલ ગામનું તળાવ ઊંડું થતા ખેડુતોમાં આનંદ

પંચમહાલ.જાબુઘોડા

બ્યુરોચીફ. આમિર દેલોલિયા

રિપોર્ટર. કાદિરદાઢી





સુજલામ સુફલામ યોજના અંતર્ગત 

જાંબુઘોડા તાલુકાના ખોડસલ ગામનું તળાવ ઊંડું થતા ખેડુતોમાં આનંદ

વરસાદની મહેર થતા કુદરત અને સરકારનો આભાર માનતા ગ્રામજનો.


    ગુજરાતના પ્રજાજનોને વ્યક્તિગત વપરાશ તેમજ ખેતી માટે બારેમાસ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતના ગામોને ઉનાળા દરમિયાન પણ પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૯ અંતર્ગત તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડિસીલ્ટીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, ટેરેસ/વન તલાવડી, નદીને પુનઃ જીવિત કરવી સહિતના કામો હાથ ધરવામાં આવ્યા હતા. સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૯ અંતર્ગત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ખોડસલ ગામનું તળાવ પણ ઉંડુ કરવામાં આવ્યું હતું, જે હાલમાં પડેલ વરસાદથી ભરાતા ગ્રામજનો અને વિશેષ કરીને ખેડૂતો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. 

ગામના ખેડૂત અશોકભાઈ જેસિંગભાઈ બારિયાએ (મોબાઈલ નંબર- ૯૭૧૨૮૨૮૦૭૪)  જણાવ્યું હતું કે તળાવમાં હાલ ૧૫ ફૂટ જેટલું પાણી ભરાયું છે અને પાણીની આ આવકથી ગામલોકોની આખા વર્ષની પાણીની જરૂરિયાત સંતોષાશે. કપાસ, ડાંગર અને મકાઈની ખેતી કરતા અશોકભાઈએ જણાવ્યું હતું કે તળાવ ઉંડુ થવાના કારણે તેની સંગ્રહક્ષમતા વધી છે અને ઉનાળા સુધી તેમાં પાણી રહેશે.  અન્ય એક ખેડૂત સંજયકુમાર જયંતિભાઈ બારિયાએ (મોબાઈલ નંબર- ૯૭૧૪૬૩૦૫૬૨) જણાવ્યું હતું કે   તળાવમાં પાણી ભરાવાથી અમારા ગામના ભૂગર્ભ જળનું સ્તર ઉંચુ આવ્યું છે, ગામના કૂવા રિચાર્જ થયા છે  અને જરૂર પડ્યે તળાવમાં પાઈપલાઈન મૂકીને મશીન દ્વારા અમે તે પાણીનો ખેતીમાં ઉપયોગ કરી શકીશું. સુજલામ સુફલામ યોજનાના પરિણામે અમારા ગામના ખેડૂતો હવે ખેતી માટે વરસાદ પર આધારિત રહ્યા નથી અને અમે વર્ષમાં ત્રણ પાક લઈ શકીશું. 

સિંચાઈ યોજના વિભાગ, જાંબુઘોડાના આસિસ્ટન્ટ ઈજનેર ભાવિનભાઈ મહાલાએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ યોજના- ૨૦૧૯ હેઠળ ખોડસલ ગામના તળાવને ઉંડુ કરવા માટે ખોદકામ કરીને ૨૪૯૫ ઘન મીટર માટી કાઢવામાં આવી હતી, જેના પરિણામે આટલી જ માત્રામાં તળાવની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ વધારો થયો છે. 

હવે આખું વર્ષ પાણી મળી રહેશે - અશોકભાઈ બારીયા.

જાંબુઘોડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..