Back

કાલોલ તાલુકા સણસોલી ગામના શિવા બેન્ડના માલિક અરવિંદ રાઠોડ પર હુમલો..જાણો કેમ??

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




કાલોલ તાલુકાના સણસોલી ગામના અરવિંદ  રાઠોડ તેમનું શિવા બેન્ડ ચલાવતા હતા. આ બેન્ડમાં વહીવટ અર્થે હાલોલના રાજલ બારોટને વર્ષના કરાર પર મેનેજરની નોકરી રાખ્યો હતો. હાલોલનો રાજન બારોટ વર્ષની નોકરી પૂર્ણ કરતા પહેલા નોકરી છોડી જતો રહ્યો હતો. જેના કારણે શિવા બેન્ડના માલિકે તેમનો હિસાબ જોતા હાલોલના રાજન પાસે 8000 રૂપિયા લેવાના નીકળતા હતા. હિસાબમાં બાકી નીકળતા રૂપિયા લેવા શિવા બેન્ડના માલિકે વચેટિયા વ્યક્તિ દ્વારા રાજન પાસે રૂપિયા મંગાવ્યા હતા. જેના કારણે રાજન બારોટે ષડયંત્ર રચી ગેરકાયદેસર મંડળી બનાવી શિવા બેન્ડના માલિકને રાજન બારોટના ગેરકાયદેસર મંડળીના એક વ્યક્તિએ ટેલીફોનિક કોન્ટેક કરી મધવાસ ચોકડી પાસે બોલાવ્યા હતા. જેના કારણે શિવા બેન્ડના માલિક અરવિંદ રાઠોડ મધવાસ ચોકડી પર પહોંચ્યા હતા આ સમય દરમિયાન રાજન બારોટ તેમજ તેના સાથીદારો રીક્ષા અને મોટરસાઈકલ લઈ મધવાસ ચોકડી પાસે આવી અરવિંદ રાઠોડની સાથે અભદ્ર વર્તન કરી માર માર્યો હતો. તદુપરાંત રાજલ બારોટના મંડળીના એક વ્યક્તિ સુનિલ બારોટ અરવિંદ રાઠોડને રિક્ષામાં અપહરણ કરી હાલોલ કંજરી રોડ નજીક આવેલ પાર્ટી પ્લોટની પાછળના ખેતરમાં લઈ જઈ રાજન બારોટના સાથીદાર ભયલુએ તેના હાથમાં એ લોખંડની પાઇપ વળે અરવિંદ રાઠોડ પર હુમલો કર્યો હતો તેમજ રાજલ બારોટ લાકડાના ડંડા વડે ડાબા પગની જાંઘ ઉપર ફટકા મારા હતા.જ્યારે બાકીના સાથીદારોએ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત અરવિંદ રાઠોડએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કાલોલ પોલીસે લોખંડની પાઇપ અને લાકડીથી હુમલો કરનાર ૮ આરોપીઓ વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલોલ પોલીસ ફરિયાદ આધારિત અપહરણ તેમજ લોખંડની પાઇપ અને લાકડી વડે હુમલો કરનાર 1. રાજલ બારોટ 2. સંજય રાજલ બારોટ 3. ભયલુ 4. પિયુષ બારોટ 5.મયુર બારોટ 6. સુનિલ બારોટ 7. જય બારોટ 8. આશિષ બારોટ આમ 8 વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..