Back

કાલોલ પાલિકા દ્વારા મુકવામાં આવેલી કચરા પેટીના બદલે બાજુમાં કચરો ઠાલવતા લોકો સામે પગલાં ભરવા માંગ

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર.સાજીદ વાઘેલા





કાલોલ નગરપાલિકાના વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે તંત્રએ કમ્મર કસી જે  પોરવાડ ફળિયાના નાકા પાસે પોલીસ સ્ટેશન નજીક બસસ્ટેશન ની અંદર સેટકો સંચાલિત આંગણવાડી સામે ઠેર ઠેર લોખંડની કચરાપેટીઓ મૂકાવી છે. આમ છતાં લોકો કચરો કચરાપેટીમાં ઠાલવવાને બદલે રસ્તાપર ઠાલવી દેતા હોય છે. કાલોલના ઘણી જગ્યા પર રસ્તાની બાજુ દીવાલઓ પર  પાલિકાએ ‘આપણું શહેર સ્વચ્છ રાખીએ’ નો બોર્ડ મારેલ છે અને તેની પાસે જ મોટી લોખંડની કચરાપેટી મૂકી છે. ત્યારે સ્થાનિકો કચરાપેટીમાં કચરો નાખવાને બદલે રસ્તા પર કચરો ફેંકી આપણું શહેર સ્વચ્છ રાખીએ’ નો ફિયાસ્કો કરતા નજરે પડે છે. જેથી જાહેર રસ્તા પર ઠલવાતી ગંદકી અને રોડને ઉકરડો બનાવતા આવા તત્ત્વો સામે નગરપાલિકા દ્વારા ઠોસ કાર્યવાહી કરે અને રોગચાળો વકરે તે પહેલાં તાકીદે પાલિકા તંત્ર આ કચરો નાંખતા લોકોને અટકાવવા આવે જેથી લોકો  જાગૃતતા દાખવીને કચરો કચરાપેટીમાં નાંખતા થાય તેવી કામગીરી હાથ ધરવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..