Back

કાલોલ. સણસોલી ગામમાં આડા સંબંધ ની અદાવત માં એક યુવક નું કાસળ કાઢી નાખી લાશ ને ફેંકી દેતા ફરિયાદ.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા






કાલોલ તાલુકાના સણસોલી ગામ ના પાની  મુવાડી ફળિયામાં રહેતા એક યુવક દિલીપભાઈ ભારતસિંહ રાઠોડ ઉ.વ.૨૬  તેમના જ ફળિયામાં રહેતા અર્જુનભાઇ પર્વત સિંહ રાઠોડ ની પત્ની વિનાબેન સાથે આડા સંબંધો ધરાવતો હોવા નો ખોટો વ્હેમ રાખતો હતો અને આ વહેમ ને લીધે અર્જુનભાઇ પર્વતસિંહ રાઠોડે તથા તેના પુત્ર રાજેન્દ્રભાઈ અર્જુનભાઇ રાઠોડે અને વિનબહેન એ એકસંપ કરી એકબીજા ની મદદગારી થી દિલીપભાઈ ભારતસિંહ રાઠોડ ને માર મારતા દિલીપે બૂમાબૂમ કરતાં તેના પિતા ફરિયાદી ભારતસિંહ હિંમતસિંહ રાઠોડ દોડી આવ્યા હતા અને તેઓએ આરોપીઓ ને પોતાના દીકરાને માર મારતા જોઈ ,આરોપી ઓ એ આજે તો તને પણ છોડવાનો નથી એમ કહી ને પાછળ દોડતા ફરીયાદી ગભરાઈ ને નાસી ગયા હતા.

   આરોપીઓ એ ભેગા મળી કુહાડી અને લોખંડના સળીયા થી દીલીપ ને માર મારી તેનું મોત નિપજાવી  પોતાનું અપકૃત્ય છુપાવવા ના ઈરાદે તેની લાશ  ને નારણપુરા ગામ ની સીમમાં નાખી દઈ ભાગી ગયા હતા કાલોલ પોલીસ દ્વારા ત્રણઆરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા  ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..