Back

કાલોલ થી બોરૂ રીક્ષામાં બેસીને જતા મહિલાના ગળામાંથી ચાલુ રીક્ષાએ સોનાની ચેન લઇ ફરાર આરોપીઓને એલસીબી પોલીસે દબોચી લીધા

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલાકાલોલ થી બોરૂ રીક્ષામાં બેસીને જતા મહિલાના ગળામાંથી ચાલુ રીક્ષાએ સોનાની ચેન લઇ ફરાર આરોપીઓને એલસીબી પોલીસે દબોચી લીધા.

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ સાહેબને આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓએ મિલકત સંબધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલા તથા ટેકનીકલ સર્વેલન્સ દ્રારા પ્રયત્નો શરૂ કરેલા તે પ્રયત્નોના ફળરૂપે આજ રોજ પોલીસ ઇન્‍સ્‍પેક્ટર શ્રી ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે આજથી એકાદ મહીના ઉપર  રીક્ષા નંબર જી.જે ૦૭ એટી ૬૮૯૦ મા બેઠેલ ત્રણ ઇસમો રિક્ષામાં પેસેંજર તરીકે બેઠેલ એક બેનને રીક્ષા મા બોરૂ ગામે ઉતારવા જતા રસ્તામાં તે બેનના ગળામાં પહેરલ સોનાની ચેનની છળકપટ થી ચોરી કરી લઇ ગયેલ  તે ચોરી કરવામાં સલમાન ગુલામનબી વ્હોરા  રહે. મહેમદાવાદ ખાત્રેજ દરવાજા રોડ મેહમદાવાદ તથા તેની સાથે ચોરી કરવામાં સંડોવાયેલ બીજા બે ઇસમો હતા તેઓ આજ રોજ પણ તેઓની  રીક્ષા નંબર નંબર જી.જે ૦૭ એટી ૬૮૯૦ લઇને કાલોલ ખાતે આવી હાલમાં ડેરોલ સ્ટેશન ત્રણ રસ્તા પાસે રીક્ષામાં બેઠેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે  એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે કાલોલ જઇ ડેરોલ સ્ટેશન ત્રણ રસ્તા પાસે ખાનગી વોચ રાખી ઉપરોકત બાતમી મુજબના ઇસમોની  તપાસ કરતા બાતમી મુજબના ત્રણ ઇસમો મળી આવતા તેઓને રીક્ષા સાથે  પકડી પાડેલ અને તેઓના નામ સરનામા પુછતા (૧) સલમાન ગુલામનબી વ્હોરા રહે. ખાત્રેજ દરવાજા રોડ મહેમદાવાવ તા. મહેમદાવાદ જી .ખેડા (ર) પ્રતાપસિંહ જુવાનસિંહ જાદવ રહે. સરદાર ભવન જુના ખેડા રોડ મેહદાવાદ તા.મહેદાવાદ જી. ખેડા (૩)સુરેશભાઇ દીલુભાઇ વાઘરી રહે. કુંભારખાંડ તળાવ શકિતીનગર રોડ મેહમદાવાદ તા. મહેદાવાદ જી. ખેડાના હોવાનુ જણાવેલ અને ત્રણે ઇસમો અંગ  જડતી તપાસ કરતા તેઓની પાસેથી સોનાની ચેન કિ.રૂ. ૩૪,૨૩૪/- તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ રીક્ષા કિ.રૂ. ૭૦,૦૦૦/- મળી આવેલ જે સંબધે ઉપરોકત ત્રણે ઇસમોની સઘન પુછપરછ કરતા હકીકત જણાવેલ છે કે આજથી આશરે એકાદ માસ ઉપર મહેમદાવાદથી પાવાગઢ દર્શન કરવા ગયેલા અને પાવાગઢ દર્શન કરી પરત મહેમદાવાદ જતા હતા તે વખતે રસ્તામાં કાલોલ બસ સ્ટેન્ડ પર આવેલ તે વખતે આશરે બારેક વાગ્યાના સમયે કાલોલ બસ સ્ટેન્ડ નજીક રીક્ષા સ્ટેન્ડ ઉપર રીક્ષા ઉભી રાખી તે વખતે બે રાહદારી એક કાકા તથા કાકી જતા હતા તેમને કયાં જવાનુ છે તેમ પુછતા તેઓએ જણાવેલ કે બોરૂ ગામે જવાનુ છે તેમ જણાવતા તે બંને કાકા કાકી રીક્ષામાં બેસાડેલ જેમાં કાકાને ડ્રાઇવર સીટની બાજુમાં તથા પ્રતાપ તથા સુરેશ વચ્ચે પાછળની સીટમાં કાકીને બેસાડેલ અને રીક્ષા લઇ થોડે આગળ જતા વળાંકમાં બીજા એક રાહદારી ઇસમ હાથ ઉંચો કરતા તેને રીક્ષામાં ડ્રાઇવર સીટની જમણી બાજુ બેસાડેલ અને રીક્ષા લઇ બોરૂ તરફ જતા ચાલુ રીક્ષાએ ધક્કા ધક્કી કરી કાકીના ગળામાંથી  ચેનનો આકડો ખોલી પ્રતાપસિંહ જુવાનસિંહ જાદવ તથા સુરેશભાઇ દીલુભાઇ વાઘરી નાઓએ ચેન કાઢી લીધેલ અને થોડે આગળ જતા ડ્રાઇવર સીટની જમણી બાજુ બેઠેલ ઇસમને આગળ વાહન આવતા હોય તમારા પગે વાગી જશે તેમ કહી તેને રીક્ષા ઉભી રાખી પાછળની સીટમાં બેસાડેલ અને રીક્ષા હંકારી પાણીની નહેર વટી ગરનાળામાં પ્રવેશ કરી આગળ જતા રીક્ષામાં બેસેલ કાકીએ જણાવેલ કે પાછળની સીટમાં અમો ચાર માણસો બેઠેલ છે જેથી બેસવાનુ ફાવતુ નથી જેથી મને ઉતારી દો  તેમ કહેતા રીક્ષામાં પાછળથી બેસેલ ઇસમે જણાવેલ મારે રેલ્વે ગરનાળા પાસે ઉતરવાનુ હતુ વાતવાતમાં આગળ આવી ગયેલ છે તેવુ જણાવતા કાકા તથા કાકીને રીક્ષા ઉભી રાખી નીચે કહેલ કે તમે અહીઆ ઉભા રહો આ પેસેન્જરને રેલ્વે ગરનાળા પાસે ઉતારી પાછો આવુ છુ તેમ જણાવી રીક્ષા લઇને રાહદારી ઇસમને ગરનાળા પાસે ઉતારી કેનાલ વાળા રસ્તે થઇ મહેમદાવાદ જતા રહેલા તે આ ચોરીની ચેન ( દોરો) હોવાની કબુલાત કરેલ છે. જે સંબધે તપાસ કરતા કાલોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે. અને આ ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..