Back

કાલોલ પોલીસ મથકે ઇદે મિલાદના તહેવારને લઇને શાંતિસમિતીની બેઠક યોજાઈ

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





કાલોલ  પોલિસ મથકે મુસ્લિમોના આગામી તહેવાર ઇદે- મિલાદુન્નબીના પાવન પર્વેને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં કાલોલ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓએ હાજર રહ્યા હતા.

આ મિટિંગમાં ઇદે- મિલાદુન્નબીના ઝુલુસને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા તેમજ ઝુલુસના રૂટ સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી.

      મુસ્લિમ ધર્મના મહાન પેગમ્બર સાહેબ હઝરત મહંમદ મુસ્તુફા સ.અ. વ.ની શાનમાં અને યાદમાં મનાવવામાં આવતા જશ્નને ઇદે- મિલાદુન્નબીના પાવન પર્વને હવે માત્ર ગણતરીના દિવસો આડે રહ્યા છે ત્યારે કાલોલ નગર ખાતે પણ મુસ્લિમ સમાજના લોકો જશ્નને ઇદે- મિલાદુન્નબીના પાવન પર્વને ભક્તિમય વાતાવરણમાં ઉલ્લાસભેર મનાવવા થનગની રહ્યા છે.

    "ઈદો કી ઈદ" મનાતા આ પવિત્ર દિવસે કાલોલ નગરના મુસ્લિમો દર વર્ષે એક ભવ્ય અને વિશાળ ઝુલુસ કાઢી નગરના રાજમાર્ગો પર ફેરવે છે જેને અનુલક્ષીને કાલોલ પોલિસ દ્વારા કાલોલ  પોલીસ મથકના પ્રાંગણ માં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી. જેમાં કાલોલ પી.એસ.આઈ.એચ.આઈ.જી.ભરવાડ સાહેબ સહિત કાલોલ નગરના હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્તીથ રહ્યા હતા.જેમાં આ પાવન પર્વ કોમી ભાઈચારા એખલાશભર્યા વાતાવરણમાં ઉજવાય તેમજ ઝુલુસ દરમ્યાન કાયદો વ્યવસ્થા સચવાય અને શાંતિ જળવાયેલ રહે  તેમજ ઝુલુસના રૂટ અને તેને અનુલક્ષીને વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી.  

    ઇદે- મિલાદુન્નબીના પાવન પર્વને રંગે ચંગે મનાવવા  અને નગરમાં કોમી એખલાશભર્યું વાતાવરણ બનાવવા સૌએ પરસ્પર સહમતી સાધી હતી.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..