Back

કાલોલ ના દોલતપુરા ગામમાં જુગાર રમતાં એક આરોપી ઝડપાયો.જાણો: કેટલા આરોપી ફરાર

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા






લોકસભાની ચૂંટણી બાદ રાજ્યમાં ફરીવાર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ શરૂ થઇ જતાં તેમજ રાજ્યમાં સ્થાનિક પોલીસ દ્વારા કેટલાક દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલતા હોવાને લઇને રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ  દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરવા કડક આદેશ લઈ ગત રોજ સાંજના સમયે કાલોલ ના દોલતપુરા ગામ ની સીમમાં કેટલાક લોકો ગોલ કુંડાળું કરી ને પાના પત્તા નો જુગાર રમતા હોવાની બાતમીના આધારે કાલોલ ના ટાઉનબીટ જમાદાર ચંદનસિંહ અને સ્ટાફે  પંચો ની હાજરીમાં રેડ કરતાં પોલીસે ની રેડ જોઈને કેટલાક જુગારીઓ નાસી ગયા હતા સ્થળ ઉપર થી જાહેર માં પાના પત્તા નો જુગાર રમતા ધર્મેશકુમાર પ્રતાપભાઈ શામવાની ને પકડી લીધો હતો.જેની અંગજડતી માં રૂ.૧૧૦૦/ તથા દાવ પર ના રૂ.૧૦૦૦/ તથા હીરો ની મેસ્ત્રો સ્ફુટી નંબર જી.જે.૦૬ એચ.સી.૦૬૭૬ જેની કીમત રૂ. ૨૦,૦૦૦/ મળીને કુલ ૨૨,૧૦૦/ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો  કાલોલ પોલીસે જુગાર ધારા ની કલમ મુજબ નો ગુનો દાખલ કરી ને  પાંચ આરોપીઓ જે નાસી છૂટયા છે તેઓ પ્રદીપભાઇ રમેશભાઇ વણકર રે.કાલોલ ,ગોપાલભાઈ ગોવિંદભાઇ રાઠોડ. રે.ગોકળપુરા,હિમાંશુ ઊર્ફે મામૂ સોમાભાઇ પટેલ રે.કાલોલ,કમલેશ મારવાડી રે.કાલોલ ,મેસ્ત્રો સ્ફુટી નો ચાલક સહિત નાંઓ ની અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..