Back

પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં બપોરના 3 કલાક સુધીમાં ૪૮.૪૨ ટકા મતદાન નોંધાયું

પંચમહાલ. ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલિયા

રિપોર્ટર. કાદિરદાઢી

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૯  ૧૮-પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં બપોરના 3 કલાક સુધીમાં ૪૮.૪૨ ટકા મતદાન નોંધાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત આજરોજ તા.૨૩.૦૪.૨૦૧૯ના રોજ ગુજરાતમાં મતદાન હાથ ધરવામાં આવ્યું છે. ૧૮-પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં ૧૩.૦૦ કલાક સુધીમાં ૩૮.૨૧ ટકા મતદાન નોંધાયું હતું. પુરુષ મતદારોમાં મતદાનની ટકાવારી ૪૧.૧૮ ટકા, સ્ત્રી મતદારોમાં મતદાનની ટકાવારી ૩૫.૦૬ ટકા અને અન્ય મતદારોમાં ૪૦.૦૦ ટકા રહી હતી. 

સવારે ૭.૦૦ વાગ્યે નિયત સમયે મતદાન શરૂ થયા બાદ ૯.૦૦ વાગ્યા સુધીમાં ૯.૪૫ ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ ૧૧.૦૦ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી ૨૪.૩૧ ટકા અને ૧૩.૦૦ વાગ્યા સુધીમાં ૩૮.૨૧ ટકા નોંધાયું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે ૧૮- પંચમહાલ સંસદીય મતવિસ્તારના ૭ વિઘાનસભા મતદાર વિભાગોનો સમાવેશ થાય છે અને તેમાં કુલ ૧૭,૪૩,૨૩૩ મતદારો નોંધાયેલા છે. જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલે સવારે ૧૦.૦૦ વાગ્યે ખેતીવાડી કચેરી ખાતેના બૂથમાં મત આપીને જિલ્લાના નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવાનો સંદેશો આપ્યો હતો. 

બપોરના ૧૫.૦૦ વાગ્યા સુધીમાં કુલ મતદાન ૪૮.૪૨ ટકા રહ્યું હતું. જેમાં પુરુષ મતદારોમાં મતદાનની ટકાવારી ૫૦.૬૧ ટકા, સ્ત્રી મતદારોમાં ૪૬.૦૯ ટકા અને અન્ય મતદારોમાં ૪૦.૦૦ ટકા રહી હતી.