Back

શહેરા તાલુકાના બે વેપારીઓને ત્યાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ

શહેરા 



શહેરા પોલીસે ઉત્તરાયણ પર્વને લઇને પતંગ દોરાના બજારોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી બે  પતંગ દોરાના વેપારીઓ પાસેથી પ્રતિબંધિત 54 નંગ ચાઇનીઝ દોરી મળી આવતા પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથધરી હતી જેને લઈને છૂપી રીતે ચાઇનીઝ દોરી અને તુક્કલ નુ વેચાણ કરતા  વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો


શહેરા નગર અને  તાલુકાના વિસ્તારમાં પતંગ દોરા ની દુકાનો ઠેર ઠેર ખુલી જવા પામી હતી  ચાઇનીઝ દોરી નું વેચાણ નહિ કરવા માટે તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ હતુ તેમ છતા  અમુક વેપારીઓ વધુ કમાણી કરવા ના હેતુ થી છૂપી રીતે દોરી નું વેચાણ કરતા હોય છે  ચાઇનીઝ દોરી મનુષ્ય અને પક્ષીઓ માટે પ્રાણઘાતક હોવાથી પોલીસતંત્ર દ્વારા પતંગ દોરાના બજારોમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી ને પોલીસ મથકના પી આઈ એન .એમ .પ્રજાપતિ સહિતના સ્ટાફ  દ્વારા  ઓચિંતી રેડ પાડવામાં આવી હતી   પતંગ દોરા ના વેપારી જયરામ માળી  ના ત્યાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી  મળી આવી હતી જ્યારે તાલુકાના મોરવા રેણા ગામ મા આઉટ પોલીસ મથકની નજીકમાં મંડપ બાંધીને પતંગ દોરીનો ધંધો કરતા દુર્ગેશભાઇ પટેલ ના ત્યાંથી બીટ  જમાદાર રામજીભાઈ પલાસ  દ્વારા ચાઇનીઝ દોરી પકડી  પાડવામા આવી હતી  પોલીસે બે સ્થળે થી રૂપિયા 11,300 કિંમત ના  54 નંગ ચાઇનીઝ દોરી નો જથ્થો ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેને લઇને છૂપી રીતે ચાઇનીઝ દોરી અને  અને તુક્કલ નુ વેચાણ કરતા  વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો


રિપોર્ટર જીગ્નેશ શાહ શહેરા

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..