Back

શહેરા તાલુકા પંચાયત કચેરીના પટાંગણ માં શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોના એક દિવસ ના પ્રતીકાત્મક ધરણા.

શહેરા તાલુકા પંચાયત કચેરીના પટાંગણ માં શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોના એક દિવસ ના પ્રતીકાત્મક ધરણા.

વર્ષો થી પડેલી પડતર માગણીઓના ભાગરૂપે પ્રતીકાત્મક ધરણા યોજવામાં આવ્યા.

માંગણીઓ ન સંતોષાય તો આગામી સમયમાં જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે

 અખિલ ભારતીય શિક્ષકસંઘ ના આદેશ થી અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સૂચન પ્રમાણે તાલુકા પંચાયત કચેરી શહેરા ના પટાંગણ માં ૧૪૧ થી વધુ શિક્ષકો દ્વારા વર્ષો થી પડતર માંગણીઓ ને લઈ એક દિવસ ના પ્રતીકાત્મક ધરણા યોજવામાં આવ્યા હતા.જેમાં જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવી છઠ્ઠા પગાર પંચ માં રહેલી વિસંગતતાઓને દૂર કરવી,સાતમા પગારપંચ નો સંપૂર્ણ અમલ કરવો,નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેમાં શિક્ષકોને હાનિકર્તા બાબતો દૂર કરવી,સી સી સી પરીક્ષા ની મુદત અથવા તો સમય મર્યાદામાં વધારો કરવાની માંગણીઓ અને મુખ્ય કહી શકાય તેવી હેડટીચર કક્ષાના શિક્ષક કર્મચારીઓને રૂલ્સ અને રેગ્યુલેશન તેમની પાસે કેટલી સતાઓ છે તેનાથી તેઓને અવગત કરાવવા જેવી માનગણીઓનો સમાવેશ થાય છે.અને જ્યા સુધી પરિણામલક્ષી નિર્ણય સરકાર તરફ થી ન મળે ત્યાં સુધી તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.

શનિવાર ના રોજ યોજાયેલા એક દિવસીય પ્રતીકાત્મક ધરણા માં રાજ્ય સંઘના મંત્રી ચંદ્રકાન્ત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના મંત્રી આર ડી પટેલ,મહામંત્રી અનોપસિંહ બારીઆ,પૂર્વ પ્રમુખ કીર્તિભાઈ પટેલ અને ૧૪૧ થી પણ વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં


રીપોર્ટર જીગ્નેશ શાહ શહેરા

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..