Back

કાંકરેજ તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો.

પ્રહલાદ વ્યાસ .પાટણ.

તાલુકા કક્ષા ના  ગણિત  વિજ્ઞાન  પ્રદર્શન મેળો યોજાયો

 

કાંકરેજ તાલુકાના  શિહોરી મુકામે શાળા નંબર 1 માં  તારીખ 11-09-2019 ના રોજ  તાલુકા કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજિત તાલુકાની વિવિધ 214 શાળાઓ એ  ભાગ લીધો હતો.


આ ગણિત વિજ્ઞાન  પ્રદર્શન મેળામાં  કંબોઈ  શાળા એ વિભાગ 5 માં ગણિત ના અભ્યાસ માં ઉપયોગી બને તેવા રમકડાંની  બનાવેલ હતા જેમ કે મોટર દ્રારા વર્તુળ  દોરવું જેવા રમકડાં  વિદ્યાર્થી ઓ  દ્રારા  પ્રદર્શન માં રજૂ કરાયા હતા.

જેમાં કંબોઈ પે  કેન્દ્ર શાળાના  બે  વિદ્યાર્થીઓ એ ભાગ  લઈને   પ્રદર્શન વિજ્ઞાન મેળામાં પાંચમા વિભાગ માં પ્રથમ નંબરે  વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

વિજ્ઞાન મેળામાં  ભાગ લેનાર વિદ્યાર્થીઓ સોલંકી મહેન્દ્રસિંહ એમ. અને સોલંકી અર્જુનસિંહ આર  તેમજ  માર્ગદર્શન આપનાર શાળાના શિક્ષક શ્રી ગૌરાંગભાઈ પટેલ દ્વારા સમગ્ર તાલુકામાં કંબોઈ ગામનું  અને શાળાનું નામ રોશન કર્યું હતું.તે બદલ ખુબ ખુબ અભિનંદન .


પ્રહલાદ વ્યાસ પાટણ

સુરસિંહ સોલંકી. કાંકરેજ.  

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..