Back

મીઠીવાવડી ગામ દ્રારા નમામિ દેવી નર્મદે મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.

માહિતી બ્યુરો. પાટણ.


મીઠીવાવડી ગામ દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવની હર્ષોલ્લાસ ઉજવણી. 


ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર બાંધેલ સરદાર સરોવર ડેમ પ્રથમ વખત તેની પુર્ણ સપાટી ૧૩૮.૬૭ મીટર હાંસલ કરેલ છે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત ગામેગામ આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. તે અન્વયે પાટણ તાલુકાના મીઠીવાવડી ગામમાં પણ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએથી નાયબ કાર્યપાલક ઇજનેર, મદદનિશ ખેતી નિયામક હિતેનભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેન્દ્રભાઈ મકવાણા, સી.આર.સી કો ઓડિ.દિનેશભાઈ પ્રજાપતિ, મિઠીવાવડી ગામના તલાટી કમ મંત્રી, પંચાયતના સરપંચ, સભ્યો, શાળાના શિક્ષકો, ગામના વડિલો, મહિલાઓ, આગેવાનો, યુવાનો વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત કર્યું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેન્દ્રભાઈ મકવાણાએ નર્મદાના નીર વિશે માહિતિ આપી હતી. જેમાં વાગતા ઢોલે ગામના તળાવ કાંઠે નર્મદા નીરનાં વધામણાં, આરતી, નર્મદાષ્ટક કરવામાં આવ્યુ હતું તેમજ મેઘ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સરપંચશ્રીએ ગામમાં જળસંચય તેમજ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સમજણ આપી જળસંચય અને પ્લાસ્ટિક મુક્ત માટેના શપથ લેવડાવ્યા હતા..

પ્રહલાદ વ્યાસ. પાટણ.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..