Back

રાધનપુર ખાતે જુગાર રમતા ઇસમોને પકડી પાડતી પાટણ એલ. સી. બી. ટીમ.

પ્રહલાદ  વ્યાસ. પાટણ.

       

રાધનપુર મુકામેથી રોકડ રૂ.૬૫,૬૨૦/- તથા મોબાઇલ નગ-૧૩ કુલ કિં.રૂ.૨૮૦૦૦ તથા મો.સા. નંગ-૩ કિં.રૂ.૫૨૦૦૦/- તથા જુગાર નું સાહિત્ય મળી કુલ કિં.રૂ.૧,૪૫,૬૨૦/- ના મુદ્દામાલ સાથે ૧૫(પંદર) ઇસમોને પકડી પાડતી પાટણ એલ.સી.બી. ટીમ.


         મે.આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પો.અધિ. શ્રી અક્ષયરાજ (IPS) સાહેબ પાટણ નાઓએ પાટણ જીલ્લામાંથી જુગારની બદીને નેસ્તનાબુદ કરવા કરેલ સુચના આધારે પો.ઇન્સ. શ્રી કે.એમ.પ્રિયદર્શી ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જે.કે.ડોડીયા તથા એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી તથા એ.એસ.આઇ.  ભરતસિંહ પ્રભાતસિંહ તથા અ.હેડ.કો. રણવિરસિંહ ચમનસિંહ તથા અ.હેડ.કો. પ્રકશકુમાર વિરમભાઇ  તથા તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજી તથા આ.પો.કો. મહેન્દ્રસિંહ ખાનસિંહ નાઓ રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પટ્રોલીંગમાં હતા 

          દરમ્યાન એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજી નાઓને બાતમી મળેલ કે રાધનપુર આંબેડકરવાસ તા.રાધનપુર  ખાતે રહેતાં શંકરભાઇ લાખાભાઇ મકવાણા રહે. આંબેડકરવાસ  રાધનપુર વાળાઓ તેમના આંબેડકરવાસ ખાતે શાહ જમાલ પીર ની દરગાહ ની પાછળ આવેલ વરંડા બંધ મકાન ની બાજું માં આવેલ છાપરા માં ગે.કા. રીતે તીન પતીનો જુગાર પૈસાથી તથા ગંજીપાના થી બહારથી માણસો બોલાવી  રમાડે છે. અને તે જુગારના દાવની નાળ કાઢે છે. જે હકીકત આધારે સદરી જગ્યાએ જુગાર અંગે રેઇડ કરતાં શંકરભાઇ લાખાભાઇ મકવાણા રહે. આંબેડકરવાસ  રાધનપુર  જી.પાટણ વાળાઓ પોતાના કબ્જા ભોગવટા ના રહેણાંક ઘરની બાજુમાં આવેલ છપરામાં  પોતાના અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી અન્ય ૧૫ (પંદર) ઇસમો સાથે ગંજીપાના તથા પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા કુલ રોકડ રકમ રૂ.૬૫,૬૨૦/- તથા મોબાઇલ નગ-૧૩ કુલ કિં.રૂ.૨૮૦૦૦ તથા મો.સા. નંગ-૩ કિં.રૂ.૫૨૦૦૦/- તથા જુગાર નું સાહિત્ય મળી કુલ કિં.રૂ.૧,૪૫,૬૨૦/-  તથા ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમી રમાડતા રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ હોઇ સદરી તમામ ઇસમો વિરૂધ્ધ રાધનપુર  પો.સ્ટે. માં જુગાર ધારા મુજબનો ગુન્હો દાખલ કરાવેલ છે. 

પકડાયેલ ઇસમો

(૧ શંકરભાઇ લાખાભાઇ મકવાણા રહે. આંબેડકરવાસ  રાધનપુર જી.પાટણ

(ર) જયેશભાઇ મોહનભાઇ મકવાણા  રહે.રાધનપુર આંબેડકરવાસ તા.રાધનપુર જી.પાટણ’

(૩) અલ્તાફ મોહમંદ ફકીર મોહંમદ નુરમોહમંદ શેખ રહે.રાધનપુર જુની વઢીયાર ગોડાઉનની પાછળ  તા.રાધનપુર જી.પાટણ

(૪) રાકેશભાઇ લાખાભાઇ મકવાણા  રહે.રાધનપુર આંબેડકરવાસ  તા.રાધનપુર જી.પાટણ

(૫) ચતુરભાઇ લવજીભાઇ મકવાણા રહે.રાધનપુર આંબેડકરવાસ   તા.રાધનપુર જી.પાટણ

(૬)  ફકીરમહંમદ ઉર્ફે ટીયો ગુલમહંમદ ફકીર રહે.રાધનપુર ઝમઝમ સોસાયટી   તા.રાધનપુર જી.પાટણ

(૭) અલ્તાફખાન જુમ્માખાન પઠાણ રહે.રાધનપુર આંબેડકર ચોક પાસે  તા.રાધનપુર

(૮) સુનીલભાઇ રામાભાઇ ઠાકોર  રહે.રાધનપુર પ્રભાત ટોકીઝ પાસે   તા.રાધનપુર

(૯) બાબુભાઇ શીવાભાઇ પરમાર રહે.રાધનપુર આંબેડકર ચોક પાસે  તા.રાધનપુર

(૧૦) બાબુભાઇ ભોજાભાઇ પરમાર  રહે.રાધનપુર આંબેડકર ચોક   તા.રાધનપુર

(૧૧) મોહનભાઇ તેજાભાઇ પંડયા રહે.રાધનપુર મહાજનવાડા પાસે આંબેડકર ચોક  તા.રાધનપુર

(૧૨) મહેશભાઇ રામચંદભાઇ સોલંકી  રહે.રાધનપુર ધોબીયા શેરી  તા.રાધનપુર

(૧૩) ભેમાભાઇ તલસીભાઇ ઠાકોર   રહે.રાધનપુર ઠાકોરવાસ  તા.રાધનપુર

(૧૪) ભેમાભાઇ વાઘાભાઇ રબારી  રહે.બંધવડ  તા.રાધનપુર

(૧૫) જીવણભાઇ લાખાભાઇ મકવાણા રહે.રાધનપુર પરાવાસ  તા.રાધનપુર

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..