Back

દેશી તમંચા સાથે રીઢા ગુનેગાર ને પકડી પાડતી એલ.સી.બી. પાટણ ટીમ.

પ્રહલાદ વ્યાસ. પાટણ.


દેશી તમંચા નંગ-૦૧ સાથે રીઢા ગુન્હેગાર ને પકડી પાડતી એલ.સી.બી. ટીમ પાટણ


 મે.આઇ.જી.પી. સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓએ કરેલ સુચના આધારે મે.ઇન્ચાર્જ પો.અધિ. પાટણ શ્રી એચ.કે.વાઘેલા સાહેબ નાઓએ ગે.કા. પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃતિઓ ડામી દેવા કરેલ સુચના આધારે પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા તથા અ.પો.કો. વિનોદકુમાર પુનાભાઇ તથા અ.પો.કોન્સ. મહેન્દ્રસિંહ શંભુજી તથા અ.પો.કોન્સ.જીતેન્દ્રકુમાર ગોવીંદભાઇ તથા અ.પો.કોન્સ. ધવલકુમાર ભગવાનભાઇ એ રીતેના એલ.સી.બી. પાટણ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પાટણ ટાઉનમાં મિલકત સબંધી ગુનાઓ લગત પેટ્રોલીંગ માં નીકળેલ હતા. 


દરમ્યાન પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા નાઓને મળેલ બાતમી આધારે પંચો ને સાથે રાખી પાટણ જીમખાના ની પાછળ બકરાતપુરા જવાના રસ્તેથી માજીદખાંન ઉર્ફે અકરમ અહેમદખાંન બલોચ રહે.પાટણ જરાદીવાડો રતનપોળ તા.જી.પાટણવાળા ને  ગે.કા. વગર પાસપરમીટના  દેશી બનાવટના તમંચા નંગ -01 કિ.રૂપિયા -2500/- સાથે પકડી પાડી તેના વિરૂધ્ધમાં આર્મ્સ એકટ મુજબ કાયદેસર થવા પાટણ સીટી એ ડીવી. પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવેલ છે.


  ગુન્હાહિત ઇતિહાસ- સદર આરોપી અગાઉ મારામારી તેમજ પરપ્રાંતીય દારૂની હેરાફેરી કરવાના ગુન્હાઓમાં પકડાયેલ છે.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..