Back

ટુ-વ્હીલર વાહન વેચાણકર્તા એ વાહન ખરીદનારની સંપૂર્ણ વિગતો રાખવાની રહેશે.જુઓ ક્યાં.

માહિતી બ્યુરો. પાટણ.

ટુ-વ્હીલર વાહન વેચાણકર્તાએ વાહન ખરીદનારની

સંપુર્ણ વિગતો રાખવાની રહેશે.

પાટણ જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી બી.જી.પ્રજાપતિએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્‍લાના તમામ શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા ટુ-વ્‍હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો/શોપ ધરાવતા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્‍ટોએ જયારે જયારે આવા સાયકલ, સ્‍કુટર અને મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્‍હીલર વાહનો વેચવામાં આવે ત્‍યારે નીચે મુજબની સૂચનાઓનું અવશ્ય પાલન કરવા હુકમ કરેલ છે.

 (૧) સાયકલ, સ્‍કુટર અને મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્‍હીલર વાહન ખરીદનારાઓને અવશ્ય બીલ આપવુ અને તેની સ્‍થળપ્રત કબજામાં રાખવી. (૨) ખરીદનાર ગ્રાહકનું ડ્રાયવીંગ લાયસન્‍સ, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશનકાર્ડ કે નોકરી કરતા હોય ત્‍યાંનું ઓળખપત્ર, શૈક્ષણિક સંસ્‍થાનું પ્રમાણપત્ર કે સ્‍થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્‍યશ્રી, સંસદસભ્‍યશ્રી, કોઇપણ ખાતા તરફથી મેળવેલ ઓળખપત્ર પૈકી કોઇપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહકો પાસેથી આવી સાયકલ, સ્‍કુટર અને મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્‍હીલર વાહન વેચાણકર્તાએ મેળવવાનો રહેશે. (૩) બીલમાં ખરીદનારનું પુરૂં નામ, સરનામું, સંપર્ક માટે ટેલીફોન નંબર/મોબાઇલ નંબર લખવો. (૪) વેચાણ બીલમાં સાયકલ, સ્‍કુટર અને મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્‍હીલર વાહનનો ફ્રેમ નંબર, ચેસીસ નંબર, એન્‍જીન નંબર અવશ્ય લખવો. (૫) સાયકલ, સ્‍કુટર અને મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્‍હીલર વેચાણકર્તાએ કોઇપણ પોલીસ અધિકારીશ્રી તરફથી માંગણી કરવામાં આવે ત્‍યારે માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાનું રહેશે.

આ હુકમ તા.૦૧/૦૯/૨૦૧૯ના ૦૦.૦૦ કલાકથી તા.૩૧/૧૦/૨૦૧૯ના ૨૪.૦૦ કલાક સુધી બંને દિવસો સુધ્ધાન્ત અમલમાં રહેશે જેનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ વિરૂદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

પ્રહલાદ વ્યાસ. પાટણ.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..