Back

રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ચાર મંડળનાં શક્તિ કેન્દ્રો, બુથ સમિતિના કાર્યકર્તાઓની બેઠક યોજાઇ

#16-#રાધનપુર વિધાનસભા પેટા #ચૂંટણી 

રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ચાર મંડળનાં શક્તિ કેન્દ્રો, બુથ સમિતિના કાર્યકર્તાઓની બેઠક પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ. માઈક્રો પ્લાનિંગ તથા આગામી ચુંટણીલક્ષી કાર્યક્રમોની માહિતી આપી એક એક કાર્યકરોને કામે લાગી જવા અને ભાજપને વધુને વધુ સરસાઈથી વિજયી બનવા હાકલ કરી હતી.

આ બેઠકમાં માનનીય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલ, જીઆઇડીસી ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપૂત, શ્રી શંકરભાઈ ચૌધરી, પ્રભારીશ્રી જિલ્લા ભાજપ શ્રી મયંકભાઈ નાયક, ઉમેદવારશ્રી અલ્પેશભાઈ ઠાકોર, પ્રમુખશ્રી જીલ્લા ભાજપ શ્રી મોહનભાઈ પટેલ વિગેરે મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..