Back

રાધનપુરમાં સુરભી ગૌશાળા ખાતે ગૌમાતા પૂજન કાર્યકમ યોજાયો

જય ગૌમાતા જય ગોપાલ આજરોજ , તારીખ 20/10/2019 રવિવાર સાંજે 5.30 કલાકે સુરભી ગૌશાળા ભાભર રોડ રાધનપુર મા ગૌમાતા પુજન નો કાર્યક્રમ રાખવા મા આવેલ હતો રાધનપુર નગર ના નગર જનો તેમજ સહુ ગૌભક્તો ને હાજર રહેલા . શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ અલ્પેશભાઈ ઠાકોર સાહેબ લવિંગજી ભાઈ ઠાકોર શ્રી અમથાભાઈ ચૌધરી શ્રી પ્રકાશભાઈ દક્ષિણી બાબુભાઈ ચૌધરી કુલદીપ સિંહ રાઠોડ ઇશ્વરભાઇ મામુ દીપકભાઈ ખમા વિગેરે ગૌમાતાનું પૂજન કરી ધન્યતા અનુભવેલ ,ગૌમાતા મહાલક્ષમી જી ના મોટા બહેન છે, સમુદ્ર મંથન વખતે પહેલા ગૌમાતા નું પ્રાગટ્ય થયું અને પછી મહાલક્ષમી જી નું માટે મહાલક્ષમી જી ને પ્રસન્ન કરવા માટે ગૌમાતા ની સેવા પુજા આવશ્યક છે. સાથે મળી ને દિવાળી પહેલા ગૌમાતા નું પુજન કરી નગર મા આનંદ અને ઉત્સાહ વધારેલ . ... આ કાર્યક્રમનું સુંદર રીતે પપ્પુભાઈ માનસી વાળા લાલાભાઇ લાઠી વાળા તથા સુરભી ગૌશાળા રાધનપુર ના કાર્યકર મિત્રો એ કરેલ હતું

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..