Back

નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે ૧૨૭માં હિન્દુ દિગ્વિજય દિવસ ઉજવણી કરાઈ

નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે 127માં હિન્દુ દિગ્વિજય દિવસની ઉજવણી કરાઈ..

આજ તારીખ ૧૧/૦૯/૨૦૧૯ના રોજ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે ૧૨૭માં હિન્દુ દિગ્વિજય દિન ની હર્ષભેર ઉજવણી કરવામાં આવી .આજના ૧૧/૦૯/૧૮૯૩ના દિવસે સ્વામી વિવેકાનંદે શિકાગો ખાતે મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં વિશ્વ ચેતનાને જગાડતું ઐતિહાસિક ઉદબોધન કરેલું.આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ જોષીએ સ્વામી વિવેકાનંદનું જીવન કવન અને વિચારો વિશે અને રઘુભાઈ સુથારે સ્વામી વિવેકાનંદના ભાષણો અને હિન્દુ ધર્મની સંસ્કૃતિ અંગે વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી આપી હતી.કાર્યક્રમના અંતે સ્વામી વિવેકાનંદની શિકાગો ધર્મ પરિસદનું ઐતિહાસિક ભાષણ સંભળાવવા માં આવ્યું હતું .આ પ્રસંગે શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..