Back

નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે તાલુકા કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પધાઁ યોજાઇ

આજ તારીખ 01/09/2019ના રોજ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે ભારત વિકાસ પરિષદ શાખા રાધનપુર દ્વારા રાધનપુર તાલુકા કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ જેમાં રાધનપુર તાલુકાની વિવિધ પ્રાથમીક અને માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે કાર્યક્રમ ના અધ્યક્ષ શ્યામસુંદરભાઈ પરીખ,કાર્યક્રમના ઉદ્દઘાટનમાં સુરેશભાઈ જોશી તથા મુખ્ય મહેમાન શ્રી મહેશભાઈ પટેલ,તથા ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ , ઉપપ્રમુખ,સહમંત્રી તથા સ્ટાફગણ વગેરે ઉપસ્થિત રહ્યા.આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં નાલંદા કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓએ પ્રથમ જ્યારે નાલંદા માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.શાળા પરિવાર હાર્દિક અભિનંદન આપી ઉત્તરોતર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવે છે.નાલંદા કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીનીઓ પ્રાંત કક્ષાની સ્પર્ધામાં સિદ્ધપુર ખાતે રાધનપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે..

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..