Back

આજ રોજ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદ માં શિક્ષક દિનની ઉજવણી

"હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં

હું સમાજનું હૃદય ધબકતું સ્થાન ને મારા હણતા નહીં" 


આજ તારીખ 05/09/2019 નાં રોજ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદ મા શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી જેમા શાળા નાં સ્ટાફ શિક્ષકો નાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓએ મારા પ્રિય શિક્ષક વિશે અને શાળાના શિક્ષક શૈલેષભાઇ પંચાલ અને રઘુભાઈ સુથારે સમાજમાં શિક્ષકની ભૂમિકા અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકનો ફાળો વિષય ઉપર પોતાના વિચાર રજુ કર્યા.કાર્યક્રમના અંતે એક દિવસ શિક્ષકની ભૂમિકા ભજવનાર ભાવિ શિક્ષકોએ પોતાના દિવસ દરમિયાનના અનુભવો રજૂ કર્યા હતા.આ પ્રસંગે શાળા ના સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..