Back

બળેજથી ગરેજ, ભડથી મિત્રાળા તરફ જતો રસ્તો બિસ્માર : હાલાકી....

રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રસ્તાના સમારકામ અંગે રજૂઆત કરાઇ

પોરબંદર જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રસ્તાના સમારકામ અંગે રજૂઆત કરાઇ હતી. બળેજથી ગરેજ, ભડથી મિત્રાળા તરફ જતો રસ્તો બિસ્માર હોવાથી સ્થાનિકોને હાલાકી વેઠવી પડતી હોવાના કારણે યોગ્ય કરવા માંગ ઉઠી હતી.


પોરબંદર જિલ્લા પંચાયતના સદસ્ય દીલીપભાઈ લખમણભાઈ મોઢવાડિયા દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે મારા મત વિસ્તારમાં આવતા ગામડાઓના રસ્તા બિસ્માર છે. અને સ્થાનિકોની રસ્તાની સમસ્યાને લઈને યોગ્ય કરવા વારંવાર રજૂઆત ઉઠી છે. એક ગામથી બીજા ગામને જોડતા માર્ગ બિસ્માર હોવાને કારણે ખેડૂતો સહિતના લોકોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અમારો વિસ્તારો ઘેડ પંથકથી ઓળખાય છે અને આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણીના પુર આવી જતા હોવાના કારણે રસ્તાઓ પણ ડૂબી જાય છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ બની જતા હોવાના પગલે લોકોને પરેશાની વેઠવી પડે છે. અને અન્ય કોઈ વૈકલ્પિક રસ્તાઓ ન હોવાથી ખાસ આ રસ્તાઓ મારફત અવરજવર કરવી પડે છે. જેથી બળેજ થી ગરેજ તરફ જતો રસ્તો, ગરેજ થી બઢાની ખાણ અને ભડથી ચન્દ્રોય મિત્રાળા તરફ જતા રસ્તાનું નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..