Back

પોરબંદર, રાણાવાવ, કુતિયાણામાં નેશનલ ઈ -લોક અદાલત યોજાશે, જિલ્લાનાં ત્રણેય તાલુકામાં 12 ડિસેમ્બરના આયોજન કરાયું

રાષ્ટ્રીય કાનુની સેવા સતા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનુની સેવા સતા મંડળ, પોરબંદરના ઉપક્રમે જીલ્લા ન્યાયાલય પોરબંદર, ફેમીલી કોર્ટ, પોરબંદર, તથા જીલ્લા ન્યાયાલય પોરબંદરના તાબા હેઠળ આવેલ રાણાવાવ, કુતિયાણા ખાતે આગામી તા. 12/12/20ના રોજ નેશનલ ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. આ ઈ - લોક અદાલતમાં મોટર વાહન અધિનીયમ 1988 અંતર્ગત તકરારો સિવાયના અકસ્માતોને લગતા કેસો, ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીએબલ ઇન્સ્પેમેન્ટ એકટની કલમ-138, લગ્ન સંબંધી ફેમીલી કેસો, ખાધાખોરાકીના કેસો મહેસુલના કેસો, ભરણ પોષણના કેસો, હિન્દુ લગ્ન ધારો, મુસ્લીમ લગ્ન ધારો, ખીસ્તી લગ્નધારો, મજુર અદાલતના કેસો, દિવાની દાવા જેવા કે, ભાડાના, બેકના વિગેરે વિજળી તથા પાણીના (ચોરી સીવાયના) કેસો સમાધાન માટે મુકી શકાશે.

આ ઇ - લોક અદાલતમાં પક્ષકારો, વકીલોએ કોવિડ-19ના કારણે અદાલતમાં હાજર રાખ્યા વગર વિડીયો કોન્ફરસનો મહતમ ઉપયોગ કરવાનો રહેશે. પક્ષકારોએ ઈ-લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જીલ્લા કાનુની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય પોરબંદર, ફેમીલી કોર્ટ,પોરબંદર તથા તાલુકા કાનુની સેવા સમીતીનો ફોન દ્વારા સંપર્ક કરવાનો રહેશે તેવું જણાવ્યું હતું.

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..