Back

પોરબંદર એસટી વિભાગે દાહોદ સુધીની ત્રણ એક્સ્ટ્રા બસ ફાળવી, 50ને બદલે 75 % મુસાફરો બેસાડવાની છૂટ મળતા આવકમાં વધારો

પોરબંદર એસટી વિભાગ દ્વારા તહેવારને ધ્યાને લઈને એક્સ્ટ્રા 3 બસ દાહોદ સુધીની ફાળવવામાં આવી છે. પોરબંદરમાં દિવાળીના તહેવાર દરમ્યાન શ્રમિક વર્ગ પોતાના વતન જતા હોય છે. જેથી પોરબંદર એસટી વિભાગ દ્વારા દાહોદ સુધીની 3 બસ એક્સ્ટ્રા ફાળવવામાં આવી છે. બસ ફાળવવામા આવતા આ બસો તુરંત ભરાઈ જાય છે. મુસાફરોને ફાયદો થયો છે. દાહોદ સુધીની બસ પોરબંદરથી બપોરે 12 વાગ્યે, 3 વાગ્યે અને 4:30 વાગ્યે ઉપડે છે. જો મુસાફરો વહેલા આવે અથવા મુસાફરો વધુ હોય તો વધુ એક્સ્ટ્રા બસ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

હાલ પોરબંદર એસટી વિભાગ દ્વારા 56 બસથી સંચાલન થઈ રહ્યું છે અને 180 સંચાલિત ટ્રીપ 78 રૂટ પર દોડે છે. તેમજ કોરોનાને પગલે એક બસમાં 50 ટકા મુસાફરોને બદલે હાલ 75 ટકા મુસાફરો બેસાડવાની છૂટ મળતા એસટી વિભાગને આવક પણ વધી છે. ડેપો મેનેજર હિરીબેન કટારાએ જણાવ્યું હતું કે એસટી બસની આવક હાલ રૂ. 4.19 લાખે પહોંચી છે. તહેવાર દરમ્યાન આવકમાં વધારો થવાની શકયતા છે.

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..