Back

૩ ટ્રેનમાં RPF, GRPના જવાનો તૈનાત કરાશે, પોરબંદરથી દિલ્લી-સરાઇ રોહિલ્લા, હાવડા અને મુઝફ્ફરપુર ટ્રેનમાં સુરક્ષા ચુસ્ત કરાઇ

પોરબંદર

ભાવનગર રેલ્વે મંડળ દ્રારા પોરબંદરથી ઉપડતી ૩ ટ્રેનમાં GRP/RPF ના જવાનો તૈનાત કરી સુરક્ષાની ચોક્કસાઇ વધારવામાં આવી છે. ભાવનગર મંડળ દ્વારા કુલ ૫ ટ્રેનમાં RPF/GRP ની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ પાંચ ટ્રેનો પૈકીની ત્રણ ટ્રેનો કે જે પોરબંદરથી દિલ્લી-સરાઇ રોહિલ્લા(૦૯૨૬૩), પોરબંદર-હાવડા દ્રિ-સાપ્તાહિક(૦૯૨૦૫) અને પોરબંદર-મુઝફ્ફરપુર (૦૯૨૬૯) ટ્રેનોમાં પોરબંદરથી જામનગર સુધી RPF/GRP ના જવાનોને તૈનાત કરવામાં આવશે.

અને જામનગરથી આગળ આ ટ્રેનમાં અન્ય મંડળના RPF/GRP ના જવાનો તૈનાત કરશે. આ જવાનો ટ્રેનના S1 ડબ્બામાં ૬૩ નંબરની સીટ પર મૌજુદ રહેશે અને ટ્રેનમાં યાત્રા કરનારા યાત્રીઓ સુરક્ષા સંબંધિત સહાયતા મેળવવા તેમનો આ સીટ પર સંપર્ક કરી શકશે.

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..