Back

ભાવપરા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત, 5 લોકોને ઇજા

પોરબંદરના ભાવપરા નજીક અકસ્માત સર્જાયો હતો. આ હાઈવે પર આમ તો અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે વધુ એક વખત ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ નીકળ્યું હતું. પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હોવાનું જણાવવામાં આવ્યું હતું.ભાવપરા નજીક આવેલ પાંચ ડેરા પાસે સુરત થી કાર આવી રહી હતી. સુરતનો એક પરિવાર કારમાં સવાર થઈ ભાવપરા નજીક આવી રહ્યા હતા તે દરમિયાન બાઇકચાલક સાથે કાર અથડાઈ હતી. અને ભયંકર અકસ્માત સર્જાયો હતો.

બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અને કારના પણ ભુક્કડા બોલી ગયા હતા. આ અકસ્માતમાં 5 વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક ધોરણે ઇમરજન્સી 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ઈજાગ્રસ્ત બનેલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જોકે સદ્નનસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી.

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..