Back

વોરંટ કાઢતાં રાણાવાવનાે મહેસુલી તલાટી તાબડતોબ હાજર થયો

પોરબંદર

રાણાવાવના મહેસૂલી તલાટીનો વોરંટ કાઢતા તાબડતોડ કચેરી ખાતે હાજર થયો હતો. રાણાવાવના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદારે સી આર પી સી ની કલમ 70 મુજબ મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને હુકમ કર્યો હતો કે મોરબીના રૂભષ નગર ત્રણમાં રહેતા અને રાણાવાવમાં મહેસુલ તલાટી તરીકે ફરજ બજાવતા હાર્દિક ઘનશ્યામ નિમાવત મગફળી ખરીદી અંગે સરકારી ફરજ પરથી કોઇપણ જાતની પૂર્વ પરવાનગી વિના ગેરહાજર રહ્યો હોવાથી તેમને આદેશ કરવામાં આવે છે કે તમારે હાર્દિક નિમાવતને પકડીને મારી સમક્ષ રજૂ કરવો. એજ્યુ. મેજિસ્ટ્રેટના આ હુકમ અનુસંધાને તાત્કાલિક કાર્યવાહી થઈ હતી. અને મેસુલ તલાટી તાબડતોડ હાજર થઈ ગયો હતો.

મામલતદારે એવું જણાવ્યું હતું કે મગફળી ખરીદી માટે અલગ-અલગ વિભાગમાંથી કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જેમાં ગોડાઉનના ઇનચાર્જ મેનેજરે એવી જાણ કરી હતી કે મહેસૂલી તલાટી હાર્દિક નિમાવત હાજર રહ્યો નથી. તે ઉપરાંત અન્ય કર્મચારીઓ પણ ગેરહાજર હતા. આથી મામલતદારે તપાસ કરતા અન્ય કર્મચારીને કોરોના પોઝિટિવ હોવાથી તેમણે અગાઉથી જાણ કરી હતી. અને આ પંચાયત કર્મચારી હતા. પરંતુ હાર્દિકે કોઈપણ પ્રકારની જાણકારી ન હતી અને ઓર્ડર હોવા છતાં જાણ કર્યા વગર વતન મોરબી ચાલ્યો ગયો હતો.

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..