Back

અસલી ઘીના નામે વેપારીઓ ગ્રાહકોને દીવેલનું ઘી પધરાવી રહ્યા છે.

પોરબંદર 

દિવેલ ઘીના પ્લાસ્ટિકના ડબ્બામાં અખાદ્ય ઘી નું સ્ટિકર મારવું ફરજીયાત છે ?

દિવેલ ઘી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થશે, ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી ક્યારે ?

પોરબંદરમાં કેટલાક વેપારીઓ દ્વારા દિવેલ ઘી ના પ્લાસ્ટિકના ડબ્બામાં કોઈ સ્ટીકર મારવામાં આવતું નથી અને આ નકલી ઘી અખાદ્ય હોવા છતાં ગ્રાહકોને ખાદ્ય ઘી કહીને પધરાવી દેવામાં આવે છે. પ્લાસ્ટિકના ડબ્બામાં સ્ટીકર મારવું ફરજીયાત છે છતાં સ્ટીકર માર્યા વગર જ આવું દિવેલ ધી નું વેચાણ થઈ રહ્યું છે. અને અજાણ ગ્રાહકો સારું ઘી સમજી આરોગી રહ્યા છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભેળસેળ યુક્ત ખાદ્ય ચીજો બજારમાં વેચાઈ રહી છે ત્યારે તાજેતર માંજ પોરબંદરના છાયા નવાપરા વિસ્તાર માંથી એક મકાનના ઢાળીયામાં નકલી ઘી નો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો.

ત્યારે પોરબંદરની બજારમાં દિવેલ ઘી જે દેખાવે અસલી ઘી જેવું જ વેચાઈ રહ્યું છે. વેપારીઓ દિવેલ ઘીનો 15 કિલોનો ડબ્બો ખરીદી અને પ્લાસ્ટિકના ડબ્બામાં આ દિવેલ ધી ભરી દેવામાં આવે છે. આ પ્લાસ્ટિકના ડબ્બામાં દિવેલ ધી અને અખાદ્ય ધી લખેલું સ્ટીકર ફરજીયાત ચોંટાડવાનું હોઈ છે જેથી ગ્રાહકોને ખબર પડે કે આ ધી માત્ર દિવેલ માટે છે ખાવા માટે ઉપીયોગમાં લેવાનું નથી. આમ છતાં કેટલાક વેપારીઓ જાણી જોઈ ને બજારમાં સ્ટીકર વગરનું દિવેલ ઘી વેચી રહ્યા છે અને ગ્રાહકો આ અંગે અજાણ હોવાથી ખાવા લાયક ધી સમજી ખરીદી કરી રહ્યા છે.

આ ધી 160 થી 200 રૂપિયે કિલો બજારમાં વેચાઈ રહ્યું છે. કેટલાક વેપારીઓ સ્ટીકર ચીપકાવે છે પરંતુ ગ્રાહકોને ન દેખાય તે રીતે ડિસ્પ્લેમાં મૂકે છે. આ દિવેલ ઘી ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ છે આમ છતાં સ્ટીકર વગરના ઘીના ડબ્બા 250 ગ્રામથી માંડીને 1 કિલોના પ્લાસ્ટિકના ડબ્બામાં વેચવામાં આવે છે. લાંબા સમયથી આવું સ્ટીકર વગરનું દિવેલ ઘી વેચાઈ રહ્યું છે અને આવા ઘી ખરીદનાર ગ્રાહકને બિલ પણ આપવામાં આવતું નથી. ત્યારે ફૂડ વિભાગ આ અંગે કોઈ કામગીરી હાથ ધરતું નથી.

દિવેલ ઘી ખાવાથી કેવા પ્રકારના રોગ થાય?

દિવેલ ઘી માં કેમિકલ હોઈ છે અને કેમિકલથી શરીરને નુકશાન થાય છે. આવું ઘી ખાવાથી આંતરડાને નુકશાન થઈ શકે ઉપરાંત કોલેસ્ટ્રોલ વધે જેથી લીવરને નુકશાન થઈ શકે, હૃદયની બીમારી અને કિડનીને નુકશાન થઈ શકે તેમજ ક્યારેક ફૂડ પોઇઝિંગ પણ થઈ શકે છે. - ડો. દિલીપભાઈ પંડિયા

કાર્યવાહી કરાશે

બજારમાં દિવેલ ઘીના ડબ્બા પર અખાદ્ય ઘી અને દિવેલ ઘી તેવું સ્ટીકર મારવું ફરજીયાત છે. આ અંગે થોડા દિવસો માંજ બજારમાં ચેકીંગ હાથ ધરવામાં આવશે અને દિવેલ વેંચતા વેપારીઓએ સ્ટીકર ચિપકાવી દેવા તેવી સુચના આપવામાં આવશે. જો સ્ટીકર નહિ હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. - વિજયભાઈ ઠકરાર, ફૂડ ઇન્સ્પેકટર, પાલિકા

રિપોર્ટર :- હાર્દિક જોષી

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..