Back

પોરબંદર જિલ્લામાં બાગાયતદાર ખેડૂતોને રૂા.૯૨ લાખની સહાય ચૂકવાઇ

વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના ઉદેશ સાથે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રોત્સાહીત કરવા વિવિધ સહાય ચૂકવે છે. પોરબંદર જિલ્લામાં ગત વર્ષ ૧૫૭૧ બાગાયતદાર ખેડૂતોને નાયબ બાગાયત નિયામકની કચેરી દ્રારા રૂા.૯૨.૪૦ લાખની સહાય ચૂકવવામાં આવી હતી.


સહાય કૃષિ યાંત્રીકરણ સાથે ફળપાક વાવેતર જેમાં પાવર ટ્રીલર જેવા આધુનિક ખરીદવા, હાઇબ્રીડ શાકભાજી વાવેતર માટે, મીની ટ્રેકટર ખરીદવા, ટીસ્યુ કલ્ચર રોપા ખરીદવા, મલ્ચીંગ જેવી આધુનિક ખેત પધ્ધતીઓ માટે સહાય ચૂકવાઇ હતી. ઉપરાંત ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય એટલા માટે આઇ ખેડૂત પોર્ટલ પર તમામ અરજીઓ મંગાવવામાં આવી હતી. અને સંપૂર્ણ પારદર્શકતાથી ડ્રો સીસ્ટમ દ્રારા ખેડૂતોની પસંદગી કરી સહાય ચૂકવવામાં આવે છે. 

 

 

પોરબંદર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..