Back

ધોરાજીમાં ઉમિયા પરિવાર સમિતિ દ્રારા વિનામૂલ્યે માસ્ક વિતરણ

[અહેવાલ કાના સરવૈયા,રશમીન ગાંધી]

ધોરાજીમાં ઉમિયા પરિવાર સમિતિ તેમજ મહિલા સમિતિ દ્રારા કોરોના વાયરસ અંતર્ગત વિનામૂલ્યે કાપડમાંથી માસ્ક બનાવી ધોરાજી શહેરમાં વસતા તમામ પાટીદાર પરિવારોને ધોરાજીના કડવા પટેલ સમાજ ખાતે તા. ૨૩/૩/૨૦૨૦ થી તા. ૨૫/૩/૨૦૨૦ સુધી સાંજે ૫:૦૦ વાગ્યાથી માની રાત્રીના ૮:૦૦ વાગ્યા સુધી માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ જ્યાં સુધી માસ્કનો સ્ટોક હશે ત્યાં સુધી વિતરણ કરવામાં આવશે આ માસ્ક લેવા આવતી વખતે જ્ઞાતિજનોએ ફરજિયાત પોતાની સાથે રેશનકાર્ડ લઈ આવવા જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવી છે. આ સાથે આ કાર્યક્રમમાં રાજુભાઈ ભીમાણી, જીતુભાઈ વિરપરીયા, અનિલભાઈ બેરા તેમજ કણસાગરા સાહેબના સહકારથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ જો કોઈ પરિવાર રહી ગયું હોય તો રાજુભાઈ ભીમાણીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..