Back

જામકંડોરણામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

[અહેવાલ નાજાભાઈ ભરવાડ]

જામકંડોરણામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતી નિમિત્તે ખોડલધામ સેવા સમિતિ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સહિત રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો આ રેલીમાં જોડાયા હતા. પટેલ ચોક ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પી હતી અને જય સરદારના નારા સાથે રેલીનું પ્રસ્થાન થયું હતું. આ રેલી જામકંડોરણાના મુખ્ય માર્ગો પર ફરી જામકંડોરણાની કન્યા છાત્રાલય પાસે આ રેલી પૂર્ણ થઈ હતી.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..