Back

એક દિકરીએ પોતાની માં માટે શુરુ કરી હેન્ડસમ પતિની શોધ, એડ આપી ૫૦ વર્ષનો હેન્ડસમ પુરૂષ જોઈએ છે.

એવી ઘણી વેબસાઈટ અને એપ છે, જ્યાં હજારો લોકો પોતાના માટે જીવનસાથી શોધે છે. ઘણીવાર આ વેબસાઈટ અને એપના સારા પરિણામ મળે છે, તો કેટલીક વાર નકલી લોકો પણ મળી જાય છે. આસ્થા વર્મા નામની એક છોકરીએ તેના ટ્વિટર અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેની માતા સાથે બેઠી છે, આસ્થાએ આ ફોટો શેર કરી સાથે લખ્યું કે, તેની માતા માટે ૫૦ વર્ષના હેન્ડસમ પુરૂષની શોધ છે. સાથે-સાથે તેણે લખ્યું છે કે, પુરૂષ શાકાહારી જોવો જોઇએ, દારૂ ન પીતો હોવો જોઈએ અને વ્યવસ્થિત ઠરીઠામ હોવો જોઇએ. આ વેબસાઈટ અને એપ દ્વારા તો ઘણા લોકો જીવનસાથી શોધે જ છે, પરંતુ શું તમે ક્યારેય ટ્વિટર કે ફેસબુક જેવાં સોશિયલ મીડિયા દ્વારા જીવનસાથી શોધતા લોકો જોયા છે. આવા જ એક કિસ્સા વિશે જણાવી રહ્યા છીએ અમે, જેમાં ટ્વિટર મેરેજ બ્યુરો બની ગયું. આસ્થાની આ પોસ્ટ બાદ ઢગલાબંધ લોકોએ પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોનું કહેવું છે કે, દીકરી તેની માતાનું જીવન વ્યવસ્થિત કરવા ઈચ્છે છે, એ માટે તેના બીજાં લગ્ન કરાવવા ઈચ્છે છે. આ સારી વાત છે. તો કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે, પોતાની લગ્ન કરવાની ઉંમર છે ત્યાં માંના લગ્ન કરાવવા નીકળી છે. કેટલાક લોકો જાત-જાતના મીમ બનાવી અને નામી હસ્તિઓનાં નામ લઈ અાસ્થાની પોસ્ટની મજાક પણ ઉડાવી રહ્યા છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..