Back

ધોરાજીની એમ.એમ સ્કૂલ ખાતે મેમણ જમાતનું અધિવેશન યોજાયું.

ધોરાજી ખાતે મુસ્લિમ મીડલ હાઈસ્કૂલના પરિસરમાં ઓલ ઈન્ડિયા મેમણ ફેડરેશનના વડપણ હેઠળ સૌરાષ્ટ્રની ૧૨૦ જેટલી મેમણ જમાતોનું અધિવેશન યોજાયું હતું. મેમણ જમાતના અધિવેશનમાં ઓલ ઈન્ડિયા મેમણ ફેડરેશનના પ્રમુખ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૨૦ જમાતના હોદેદારો સાથે અધિવેશન યોજાયું હતું. જેમાં અધિવેશનમાં ફેડરેશનના પ્રમુખ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે નબળા અને ગરીબ પરિવારો માટે આર્થિક સહાય ફેડરેશન આપે છે. અને રોજગારી માટે જે ૨ લાખ રૂપિયાની સહાય અપાય છે તેમાં અને યુવાનો ભર્યા છે અને એક પણ ડિફોલ્ડર મળેલ નથી. સૌરાષ્ટ્રની મેમન જમાતમમાં જ્યારે આર્થિક સહાયની જરૂરિયાત હોય ત્યારે અમો શક્ય તેટલી મદદ કરીએ છીએ પરંતુ સાથો-સાથ બીજી અપીલ પણ કરીએ છીએ કે મેમણ સમાજના યુવાનો અને વડીલો વ્યસનો ત્યજી તેમાંથી બચતા પૈસાનો ઉપયોગ પોતાના પરિવારમાં અને મેમણ સમાજમાં અન્ય જરૂરિયાતમંદો માટે વાપરે જમાત પોતે જ પગભર બને સાથો-સાથ સૌરાષ્ટ્રની ૩૧ જેટલી જમાતને વિવિધ સહાયરૂપે રૂપિયા ૧,૩૨,૯૫,૦૦૦/- ના ચેક આપવામાં આવ્યા હતા. તેમજ છેલ્લા ૪ વર્ષોમાં સૌરાષ્ટ્ર મેમણ જમાતોને હાઉસિંગ, એજ્યુકેશન, મેડિકલ, વિધવા સહાય હેઠળ કુલ રૂ. ૭,૯૨,૬૫,૩૭૯/- ની ફેડરેશન દ્વારા મદદ કરાઈ છે. હજુ દીકરીઓ માટે સીવણ કલાસ, રસોઈ કલાસ તેમજ અન્ય તાલીમો માટે ફેડરેશન મદદ કરશે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..