Back

ધોરાજીમાં શ્રીરામચંદ્ર ધુન મંડળ અને દરિદ્રનારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને અક્ષય કીટનું વિતરણ કરવામાં આવ્યું.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીમાં શ્રી રામચન્દ્ર ધુન મંડળ અને દરિદ્રનારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને અક્ષય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ વિતરણનો કાર્યક્રમ એસોસિએશન બિલ્ડિંગમાં ગેલેક્સીચોક પાસે કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. ટીબીના રોગોનો ભોગ બનેલા દર્દીઓને પોષ્ટિક આહાર ખુબ જરૂરી હોય છે પરંતુ કેટલાક જરૂરિયાતમંદ દર્દીઓ પોષણ આહાર લઈ શકતા નથી જેને કારણે આ બીમારી નાબુદ કરવામાં ખુબજ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે રામચંદ્ર ધુન મંડળ અને દરિદ્રનારાયણ સેવા ટ્રસ્ટ ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓના વાહરે આવ્યું છે. અને દર્દીઓને અક્ષય કીટનું વિતરણ કરવામાં આવે છે. શ્રીરામચંદ્ર ધુન મંડળ અને દરિદ્રનારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા અક્ષય કિટના વિતરણ કાર્યક્રમમાં રામચંદ્ર ધુન મંડળ અને દરિદ્રનારાયણ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ટીબીના દર્દીઓને અક્ષય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..