Back

ધોરાજીના શરાફ બજાર ઈન્દ્રેશ કુંજમાં આવેલ ગાંધી પરિવારના કુળદેવી અંબે માતાજીનું જુનું અને જાણીતું મંદિર.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીના શરાફ બજારમાં ઈન્દ્રેશ કુંજમાં આવેલ ગાંધી પરિવારના કુળદેવી અંબે માતાજીનું મંદિર ઘણા વર્ષો પહેલા ધોરાજીમાં સૌથી જૂનું અને જાણીતું છે. આ મંદીરે  ગાંધી પરિવાર તેમજ અન્ય લોકો નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કરવા માટે આવે છે. અને આ મંદિરે આસો સુદ દશમના દિવસે હવન કરવામાં આવે છે. જેમાં ગાંધી પરિવાર હવનનો લાભ લે છે. ત્યારબાદ અગિયારસના દિવસે ધોરાજીથી પડધરી બસ બાંધી ગાંધી પરિવાર સુરાપુરા બાપા દર્શન કરવા માટે જાય છે. આ ઉપરાંત નવરાત્રીના નવે નવ દિવસ ગાંધી પરિવાર મંદિરમાં ગરબે રમી અંબેમાંની આરાધના કરે છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..