Back

DGP સાહેબની સ્પેશિયલ ડ્રાઈવ દરમ્યાન ફિલ્મી ઢબે પીછો કરી બિયરનો જથ્થો પકડી પાડતી ધોરાજી પોલીસ.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

મ્હે DGP સાહેબ દ્રારા ગુજરાતમાં સંપુર્ણ દારૂ જુગાર બંધી કરવા સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તેમજ રાજકોટ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી ડ્રાઈવ દરમ્યાન ચોક્કસ સફળ કેસો કરવા સૂચના હોય. ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી.એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે PSI જે.બી.મીઠાપરા તથા HC લાલજીભાઈ જાંબુકીયા તથા HC ચંદ્રસિંહ વસૈયા તથા PC અનિરુદ્ધસિંહ ઝાલા તથા અજીતભાઈ ગંભીર તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા અશોકભાઈ મણવર એમ બધા બંદોબસ્ત તથા પ્રોહી જુગાર ડ્રાઈવ સબ ધોરાજી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન PC અનિરુદ્ધસિંહ ઝાલા તથા PC અજિતભાઈ ગંભીરને ખાનગી રાહે ચોક્કસ હકીકતના આધારે ફિલ્મી ઢબે કારનો પીછો કરી સુપેડી ગામથી આગળ નેશનલ હાઈવે રોડ પરથી ચેવરોલેટ કાર રજી GJ 1 KN 2275 માંથી જુદી જુદી બ્રાન્ડના બિયર ટીન નંગ 478 રૂ. 47800/ તથા કાર તથા મોબાઈલ તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ.2,29,800/-ના મુદ્દામાલ સાથે આરોપી જીતેન્દ્ર ઉર્ફે હિતેશ નથુભાઈ ચૌહાણ રહે. ચામુંડા માતાજીના મંદિરની પાછળ ચોટીલા મુળ રહે. પીપળીયા તા. ધોરાજી વાળો મળી આવતા ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ અજય કેશરભાઈ વડાલીયા રહે. સુપેડી વાળાને અટક કરવા પર બાકી છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..