Back

ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં રોડની નબળી પરિસ્થિતિના કારણે રેતી ભરેલો ટ્રક ખૂંચી ગયો.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં ચોમાસામાં રોડની પરિસ્થિતિ નબળી બની ગઈ છે. ત્યારે આજે એક રેતી ભરેલ ટ્રક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ સોસાયટીના રોડની હાલત એકદમ ખરાબ હોવાથી ટ્રક ખૂંચી ગયો હતો આ એક વાર નથી આવું ઘણીવાર આ સોસાયટીમાં બનતું રહે છે. અને રોડમાં ટ્રકો ખૂંચતા રહે છે. જ્યારે રાહદારીઓને આવવા જવા માટે પરેશાનીનો સામનો કરવો પડે છે. આ સોસાયટીના સ્થાનિકો રોડ બાબતે ઘણી વખત જવાબદાર તંત્રને રજૂઆતો કરી ચૂક્યું છે. ત્યારે હજુ સુધી રોડની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ વિસ્તારના સ્થાનિક ગંભીરસિંહ વાળાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષથી રોડની પરિસ્થિતિ કંઈ ફેરફાર થયો નથી સ્થાનિકોને રોડ બાબતે જવાબદાર તંત્ર પાસે હાથ જોડવા જવું પડે છે. તો પણ જવાબદાર તંત્ર કોઈને જવાબ આપતું જ નથી. અને રોડ બનાવવામાં ભેદભાવ કરે છે. ત્યારે હવે જોવું રહ્યું કે જવાબદાર તંત્રની આંખ ઉઘડશે કે નહી.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..