Back

ઉપલેટાના અરણી ગામે સુરતથી ભાયાવદર આવતી ખાનગી બસ પર વીજપોલ પડતા અફડાતફડી મચી.

[અહેવાલ દિનેશભાઈ ચંદ્રવાડીયા]

ઉપલેટા તાલુકાના ૨૨ કિલોમીટરના અંતરે આવેલા અરણી ગામે આજરોજ સુરતથી વાયા જામકંડોરણા થઈ ભાયાવદર આવી રહેલી ધરતી ટ્રાવેલ્સ નામની ખાનગી બસે વીજ તારને ભાયાવદર મેઇન રોડ ઉપર ઈલેક્ટ્રીક વાયરના અનેક તાર આવેલા હોય આ તાર એકદમ નીચે લચી પડ્યા છે. જેમાં એક વીજ તારને બસની ઉપરના કેરિયલ નો ભાગ બસમાં ફસાઈ જતાં સિમેન્ટનો ઈલેક્ટ્રીક વીજપોલ તૂટીને બસ પર પડ્યો હતો. નીચે પડેલા જીવંત વાયરો કોઈ જાનહાની કરે એ પહેલાં લોકો દ્વારા તંત્રને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો. વીજ વાયર  ખેંચાતા પાવર સપ્લાય તૂટી જવાથી કોઈ જાનહાની થઈ નથી. બસમાં પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી. તેમજ ડ્રાઈવર અને ક્લીનરનો પણ આબાદ બચાવ થવા પામ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે જીઇબી તંત્રને બે વખત મૌખિક રજૂઆતો કરી હતી. વીજ તંત્ર દ્વારા જણાવ્યું હતું કે કોઈ સમસ્યા થાય એમ નથી. છતાં જોઈશું એમ કહીને ઉડાઉ જવાબ આપવામાં આવેલ. પરંતુ કોઈ કામગીરી હાથ ધરાઈ ન હતી. તેમની આ નિષ્ક્રીયતાને કારણે આજે આ દુર્ઘટના ઘટી હતી. તેમજ હજુ પણ ઘણા અન્ય વીજ તાર નીચા નમેલા હોય. એમની પણ વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી કોઈ દુર્ઘટના કે જાનહાનિ થતા અટકે એવી ગ્રામજનોની લાગણી સાથે માંગણી પણ છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..