Back

ધોરાજી ખાતે શ્રી ઉમા મહિલા મંડળ દ્વારા કડવા પાટીદાર સમાજમાં એક્ઝિબિશનનું આયોજન કરાયું.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીના કડવા પાટીદાર સમાજમાં આજે શ્રી ઉમા મહિલા મંડળ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી તેમજ અન્ય ગામોના બહેનો વેપાર કરવા માટે આવ્યા હતા. જેમાં દરેક જ્ઞાતિના મહિલાઓએ ભાગ લીધો હતો આ એક્ઝિબિશનમાં ન જોયેલી વિવિધ આઈટમો જોવા મળી હતી. તેમાં બધાનો રીસપોન્સ સારો મળ્યો હતો આ એક્ઝિબિશનમાં જે નફો થયેલી રકમને ઉમા મહિલા મંડળ સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ કરશે આ ૨ દિવસના કાર્યક્રમમાં ધોરાજી કડવા પાટીદાર સમાજે તેમનો સમાજ ફ્રી ઓફમાં આપવામાં આવેલ અને તેમનો સાથ સહકાર ખૂબ જ મળ્યો હતો. આગામી દિવસોમાં આથી વધારે ઉમા મહિલા મંડળ તથા ઉમિયા શહેર સમિતિ દ્વારા કાર્યક્રમો કરવામાં આવશે જેથી વિશેષ સાથ-સહકાર આપવા ઉમા મહિલા મંડળ તથા ઉમિયા સમિતિએ બધાનો આભાર માન્યો હતો.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..