ધોરાજીમાં વાગડિયા પરિવાર દ્વારા ડેન્ગ્યુના રક્ષણ માટે બેસણામાં ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું.
ધોરાજીમાં પટેલ રંગ મંડળ ખાતે પ્લાસ્ટિક એસોસિએશન તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી દલસુખભાઈ વાગડીયાના અને કિશોરભાઈ વાગડીયાના મોટાભાઈનું અવસાન થતા તેમના બેસણામાં વાગડિયા પરિવાર દ્વારા ડેન્ગ્યુથી બચવા માટે આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ બેસણામાં હાજર તમામ લોકોએ લીધો હતો.




