Back

ધોરાજીની પંચશીલ સોસાયટીમાં જય ભુલકા હનુમાન ગ્રુપ દ્વારા આયોજિત ગરબીમાં ગાંધીજયંતી નિમિત્તે શપથ લેવડાવવામાં આવ્યા.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીની પંચશીલ સોસાયટીમાં જય ભુલકા હનુમાન ગ્રુપ દ્વારા આયોજિત ગરબીમાં ગાંધીજીની ૧૫૦મી જન્મ નિમિત્તે ગાંધીજીનું જીવન ચરિત્ર તેમજ નાટક રૂપે ગાંધીજીનું પાત્ર બધાને બતાવવામાં આવ્યું હતું. આ તકે ગરબીમાં હાજર તમામ ભુલકાઓ તેમજ તેમના વાલીઓના હાથમાં મીણબત્તી પ્રગટાવી સ્વચ્છતા તેમજ પ્રામાણિકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ તકે આ કાર્યક્રમમાં ધોરાજીના પી.એસ.આઈ મીઠાપરા સાહેબે ઉપસ્થિત તમામ લોકોને ગાંધીજી વિશે પ્રવચન આપ્યું હતું તેમજ ધોરાજીના બધા પત્રકારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..