Back

ધોરાજીની પંચશીલ સોસાયટીમાં જય ભુલકા હનુમાન ગ્રુપ દ્વારા નવરાત્રીના ૨ દિવસે કર્યો ગરબીનો પ્રારંભ.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીની આદર્શ સ્કૂલ પાસે આવેલ પંચશીલ સોસાયટી ખાતે છેલ્લા ૧૭ વર્ષથી જય ભુલકા હનુમાન ગ્રુપ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ નવરાત્રી દરમિયાન વરસાદ આવી જતા નવરાત્રીના પહેલા દિવસે ગરબી બંધ રાખવામાં આવી હતી અને બીજા દિવસે વરસાદ ન આવવાથી આ ગરબીનો પ્રારંભ થયો હતો. જેમાં બાળકો મન મુકીને ગરબીમાં રમ્યા હતા. જય ભુલકા હનુમાન ગ્રુપ દ્વારા આ ગરબીમાં કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર બાળકોને રાખવામાં આવે છે. આ ગરબીમાં ૧ થી ૧૧ વર્ષ સુધીના ભુલકાઓ નવરાત્રીના નવે-નવ દિવસ ગરબે રમીને માં શક્તિની આરાધના કરે છે. તેમજ નવરાત્રીના છેલ્લા દિવસે બધા બાળકોને લાણી સાથે બાળકોને એજ્યુકેશનમાં ઉપયોગી આવે તેવી કીટનું વિતરણ કરી બધા બાળકોને વિદાય આપવામાં આવે છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..