Back

ધોરાજીમાં જુની સેન્ટ્રલ બેંકની બાલ્કની પડતા સદનસીબે કોઈપણ જાતની જાનહાનિ નહીં.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીમાં ગેલેક્સી ચોક પાસે રાધે ટ્રાવેલ્સની ઉપર જુની સેન્ટ્રલ બેંકની બાલ્કની પડતા સદનસીબે કોઈપણ જાતની જાનહાનિ નહીં.

ધોરાજીના ગેલેક્સી ચોકમાં શ્રી રાધે ટ્રાવેલ્સની ઉપર આવેલ જુની સેન્ટ્રલ બેંક જે હાલ બંધ હાલતમાં હોય અને આજે સવારે લગભગ ૬:૩૦ થી ૭:૦૦ વાગ્યાની વચ્ચે શ્રી રાધે ટ્રાવેલ્સની ઉપર બેંકની બાલ્કની પડતા સદનસીબે કોઈપણ જાતની જાનહાનિ થઈ ન હતી અને આ ઘટનાની જાણ નગરપાલિકાને થતા તાત્કાલિક સ્થળ પર આવી જઈને ધોરાજી નગરપાલિકાના પ્રમુખ શ્રી ડી.એલ ભાષા સાહેબે બાંધકામ શાખાના લોકો તેમજ સેન્ટ્રલ બેંકના મેનેજર અને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને આ ઘટનાની જાણ કરી હતી.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..